ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / viral video of man making tobacco on ventilator and oxygen

OMG / VIDEO : વેન્ટિલેટર પર શખ્સ, મોઢામાં પાઇપ અને દર્દી તમાકુ મસળી રહ્યો છે

Published By: Noor

Last Updated: 04:06 PM, 25 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક શખ્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને વેન્ટિલેટર બેડ પર સૂતા સૂતા તમાકુની તલબ લાગી ગઈ છે.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયા પર એક શખ્સનો વીડિયો વાયરલ
  • શખ્સને વેન્ટિલેટર બેડ પર સૂતા સૂતા તમાકુની તલબ લાગી ગઈ છે.
  • કોરોનાએ દેશમાં બધાંની હાલત બગાડી નાંખી છે

અત્યારે કોરોનાએ દેશમાં બધાંની હાલત બગાડી નાંખી છે. લોકો ઓક્સીજન અને હોસ્પિટલમાં બેડ માટે લાંબી લાઈનોમાં ઊભા છે. જેને પણ આમાંથી કોઈ એક સુવિધા પણ મળી જાય એવી દુવા માંગી રહ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક શખ્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને વેન્ટિલેટર બેડ પર સૂતા સૂતા તમાકુની તલબ લાગી ગઈ છે. 

વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર એવા ઘણાં વીડિયો વાયરલ થાય છે જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કેટલાક લોકો હસી રહ્યાં છે અને કેટલાક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ વીડિયોમાં એક દર્દી ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર છે. તેના મોમાં ઓક્સિજન પાઇપ છે. પણ તે તમાકુ એટલે કે ગુટખા હાથમાં ઘસી રહ્યો છે. 

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક મહિલા દર્દીની પાસે બેઠી છે. એક નર્સ પણ તેની સંભાળમાં લાગેલી છે. પરંતુ તે તેની પોતાની ધૂનમાં છે. દર્દીની આ વિચિત્ર હરકત રેકોર્ડ કરવામાં આવી હતી. આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ એક વાયરલ વીડિયો શેર કર્યો છે કેપ્શનમાં લખ્યું છે, બીજી મહત્વની વસ્તુ.  છોડીશું ન તારો સાથ, છેલ્લા શ્વાસ સુધી..દારૂ હજી પણ ટોપ લિસ્ટમાં છે. 

30 સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર અત્યાર સુધીમાં 949 લોકોએ જોયો છે અને 21 યુઝર્સે પણ તેને રીટ્વીટ કર્યું છે. મોટાભાગના લોકો કમેન્ટમાં આ ક્યારેય ન છૂટી શકે એવી ટેવ તરીકે કહી રહ્યાં છે. સાથે જ, કેટલાક લોકો આને મનોરંજનના સાધન તરીકે કહી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ventilator man making tobacco viral video OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ