બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:10 PM, 9 April 2025
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાણીની અંદર એક જંગલ જોવા મળી રહ્યું છે. આ વીડિયો જોયા પછી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ઊંચા વૃક્ષો, તરતા મૂળ અને સ્વચ્છ પાણી દેખાય છે. ઘણા લોકોએ કહ્યું કે આ પાણી એટલું સુંદર છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ વીડિયો પાણીની અંદરના ફોટોગ્રાફર રોમી ગિઓર્નોએ શેર કર્યો છે. તેમના મતે આ રહસ્યમય જંગલ આર્જેન્ટિનાના પેટાગોનિયામાં ટ્રેફુલ તળાવની નીચે છે. અહેવાલો અનુસાર 1960માં આવેલા ભૂકંપ અને ભૂસ્ખલનને કારણે આ જંગલ પાણીમાં ડૂબી ગયું હતું.
ADVERTISEMENT
વાયરલ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. રોમી ગિઓર્નો આ વીડિયો @Goodable નામના એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. રોમીએ શેર કરેલી પોસ્ટના કેપ્શનમાં સ્પેનિશમાં લખ્યું છે કે "દરેક ચિત્ર એક વાર્તા કહે છે. આજે હું તમને આર્જેન્ટિનાના પેટાગોનિયાના ડૂબેલા જંગલ વિશે જણાવું છું. દક્ષિણના તળાવોમાં રહસ્ય અને પ્રકૃતિનું મિશ્રણ. અમે આ કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા છે જેથી દુનિયા આ સુંદરતા જોઈ શકે." ગુડેબલ નામના એક્સ એકાઉન્ટ પર આ પોસ્ટને ઘણા લોકોએ પસંદ કરી છે. અને આ વીડિયો જોઈને તમારો દિવસ પણ સુધરી જશે અને તમે પણ અભિભૂત થઈ જશો.
ADVERTISEMENT
In Argentina, there's an entire forest underwater—still standing tall since the 1960s.
— Goodable (@Goodable) April 8, 2025
And it's breathtaking. 🌊🌲 pic.twitter.com/yBTUoZoIuZ
સોશિયલ મીડિયા પર રિસ્પોન્સ
ADVERTISEMENT
વીડિયો જોયા પછી યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે "શું આ ટ્રુફુલ તળાવ છે? આ પર્વતોની નજીક એક તળાવ છે." અન્ય એક યુઝરે લખ્યું કે "તે ડૂબી ગયેલા શહેર જેવું લાગે છે પણ જંગલ જેવું લાગે છે" ત્રીજાએ કહ્યું: "મને તરવું નથી આવડતું પણ તે એટલું સુંદર છે કે મને તેમાં તરવાનું મન થઈ ગયું" બીજા એક વ્યક્તિએ લખ્યું "આ મેં જોયેલા સૌથી સુંદર વિડીયો અને તળાવ છે. ફોટોગ્રાફરને તેમાં તરીને કેટલું સારું લાગ્યું હશે." કોઈએ કહ્યું, "આ ખરેખર સ્વપ્ન જેવું લાગે છે. શું આ ખરેખર વાસ્તવિક છે?" એક યુઝરે લખ્યું, "જો આપણે ક્યારેય એટલાન્ટિસ શહેર શોધીએ અને પાણી સ્વચ્છ હોય, તો તે આના જેવું દેખાશે."
આ પણ વાંચો : ટ્રમ્પ આજે વધુ એક ઝટકો આપશે, ફાર્મા કંપનીઓ પર લગાવશે ભારે ટેરિફ, જાણો ભારતમાં શું અસર થશે?
ADVERTISEMENT
જંગલ અને તળાવની વિશેષતાઓ
લેક ટ્રાફુલ આર્જેન્ટિનાના પેટાગોનિયામાં આવેલું છે. આ જંગલ સાયપ્રસના વૃક્ષોથી બનેલું છે જે ભૂકંપ પછી પાણીમાં ડૂબી ગયા હતા. સ્વચ્છ પાણીને કારણે વીડિયોમાં ઝાડ અને તેના મૂળિયાં સ્પષ્ટ દેખાય છે. આ દૃશ્ય લોકોને એવું અનુભવ કરાવે છે કે તેઓ બીજી દુનિયામાં છે. ફોટોગ્રાફર રોમી ગિઓર્નોએ આ સુંદરતાને દુનિયા સમક્ષ લાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ વીડિયો કુદરતની અજાયબીઓનો અનુભવ કરાવે છે અને લોકોને આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રેરી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.