બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'બાળક માટે કેટલી પીડા ભોગવશે' વાઈફને પ્રસૂતિની પીડા ઉપડતાં પતિ ખૂબ રડ્યો, હાર્ટ પીગળી જશે
Last Updated: 03:22 PM, 25 May 2025
પત્નીને પ્રસૂતિની પીડા થાય તે પહેલાં હોસ્પિટલમાં એક પુરુષ રડી પડ્યો હતો અને તેનો હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત લોકપ્રિય ગાયનેકોલોજિસ્ટ ડૉ. ઉમ્મુલ ખૈર ફાતમા (@drnaazfatima) દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ ક્લિપમાં બાળકના જન્મ માટે હોસ્પિટલના લેબર રૂમમાં લઈ જવામાં આવે તે પહેલાં કપલની એક તસવીર કેદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ડોક્ટરે પતિને શું પૂછ્યું
ADVERTISEMENT
જ્યારે તે પુરુષને ખબર પડી કે તેની પત્ની પોતાના બાળકને આ દુનિયામાં લાવવા માટે કેટલી પીડા ભોગવશે, ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગયો અને પત્ની અને ડોક્ટરો સામે રડવા લાગ્યો. વાયરલ વીડિયોમાં મહિલા ડોક્ટર પતિને પૂછતાં સાંભળી શકાય છે કે “કિતના પ્યાર કરતા હો?” (તમે તેણીને કેટલો પ્રેમ કરો છો?). આનો જવાબ આપતા, તે રડતા રડતા કહે છે, “બહુત પ્યાર કરતા હું.” (હું તેણીને ખૂબ પ્રેમ કરું છું). "7 લેયર કટ હોતા હૈ યે બાત કશ હર પતિ યે સમજે. ડિલિવરી કે દર્દ હો સૌભી પતિ કો સમજણ પડેગા (સાત લેયર કટ છે અને હું ઈચ્છું છું કે બધા પતિ આ સમજે. ડિલિવરીનો દુખાવો બધા પતિએ સમજવો જોઈએ).
બધાને આવો પતિ મળે
ADVERTISEMENT
આ વીડિયો ડોક્ટર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કેપ્શન આપવામાં આવ્યું હતું, “સબકો પ્યાર કરવા વાલા પતિ મિલે” (દરેકને પ્રેમાળ પતિ મળે). પોસ્ટ થયા પછી, આ વિડિઓને 4,15,000 થી વધુ લાઈક્સ અને લગભગ 3,500 ટિપ્પણીઓ મળી છે.
વધુ વાંચો : VIDEO : 'બધા કેતા મરી જા એટલે મરી ગઈ' ફાંસી પહેલા પરિણિતાનો વીડિયો વાયરલ, દિલ વલોવી જશે
ADVERTISEMENT
લોકોએ પતિના ખૂબ વખાણ કર્યાં
વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પતિને બિરદાવ્યો હતો. એક યુઝરે લખ્યું, “આવા પુરુષો જીવનની દરેક ખુશીના હકદાર છે... ભગવાન તને આશીર્વાદ આપે, ભાઈ.” બીજા યુઝરે ટિપ્પણી કરી, “ઓહ માય ગોડ, આ ખૂબ જ સુંદર છે... કાશ દરેક પતિ આટલો સુંદર હોત. ત્રીજા યુઝરે કહ્યું, “હાં, બિલકુલ! મેરે પાસ ભી હૈ. મેરી ડિલિવરી કે વક્ત મેરા પતિ બહુત રો રહે (મારો પણ આ માણસ જેવો પતિ છે. તે પણ મારી ડિલિવરી દરમિયાન ખૂબ રડ્યો હતો)… હું તેને મેળવીને ખૂબ ભાગ્યશાળી અનુભવું છું. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું, “તેણીએ જીવન જીતી લીધું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.