બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોના સંક્રમણના કારણે હજુ પણ દેશના ઘણા ભાગોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એવામાં લોકો અજીબો ગરીબ બહાનોઓ કરી ને ઘરની બહાર નીકળતા હોય છે. પ્રસાશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે કામ વગર ઘરની બહાર ન નિકળે. પરંતુ લોકો ઘરની બહાર નિકળવાની કોઈને કોઈ રીત શોધી જ લે છે.
પોલીસે બહાર નિકળવાનું કારણ પુછતા કહ્યું- મરઘીને કબજીયાત થઈ છે
લોકડાઉનની પરિસ્થિતિમાં કર્ણાટકના ગડગ જિલ્લામાં એક વ્યક્તિ પોતાની પાલતુ મરઘીને લઈને ઘરની બહાર નિકળ્યો. પોલીસે એ વ્યક્તિને રોકીને બહાર નિકળવાનું કારણ પુછ્યુ. તો તે શખ્સે જણાવ્યું કે, તેની મરઘીને કબજીયાત છે આ કારણે તે ડોક્ટરની પાસે તેને લઈને જઈ રહ્યો છે. વ્યક્તિના તર્ક પર પોલીસને વિશ્વાસ તો ન આવ્યો પરંતુ પોલીસને તે વ્યક્તિના વાત પર ખૂબ હસવું આવ્યું.
ADVERTISEMENT
The police in #Gadag had a hearty laugh after a man claimed be was taking the hen to a vet as it had constipation issues. Police however sent him back home @santwana99 @ramupatil_TNIE @XpressBengaluru @KannadaPrabha @raghukoppar @karnatakacom @NammaBengaluroo @DgpKarnataka pic.twitter.com/BEdxton5ce
— Amit Upadhye (@Amitsen_TNIE) May 29, 2021
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર હજારો લોકો રિએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકોને આ વીડિયો જોઈને ખૂબ હસવું આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.