ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO: યુવતીને પાછળ બેસાડીને ધૂમ સ્ટાઈલથી ચલાવી બાઈક, પછી થઈ ગયો કાંડ

વાયરલ / VIDEO: યુવતીને પાછળ બેસાડીને ધૂમ સ્ટાઈલથી ચલાવી બાઈક, પછી થઈ ગયો કાંડ

Published By: Vidhata Gothi

Last Updated: 12:57 PM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સોશિયલ મીડિયા પર એક બાઈકરનો એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ કહેશો કે રસ્તાઓ કોઈ રેસિંગ ટ્રેક નથી અને ટ્રાફિક નિયમો ઘણા સમજી-વિચારીને બનાવવામાં આવે છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે એ બાઇકર્સ માટે એક પ્રકારે ખુલ્લી ચેતવણી છે, જેઓ પોતાને 'રોડ કિંગ' માને છે અને પોતાની મોટરસાઇકલને કશે પણ ગમે-તેમ ભગાવે છે. આવું કરીને તેઓ પોતાના જીવ સાથે તો રમત કરે જ છે, સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. કહેવાય છે કે 'એક ભૂલ, બધાની શીખ.' વાયરલ થયેલો આ વીડિયો પણ કંઈક આવો જ છે.

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક બાઇકર તેની 'લેડી લવ' સાથે KTM પર નીકળ્યો છે, અને તેને શહેરનો સામાન્ય રસ્તો પણ ફોર્મ્યુલા વન ટ્રેક જેવો જ લાગે છે. વીડિયોમાં દેખાય છે કે રસ્તો બહુ પહોળો નથી. રસ્તાની સાઇડ પર ઘણી દુકાનો છે અને ત્યાં વાહનો પણ પાર્ક કરેલા છે. સાથે જ ટ્રક અને ટેમ્પો પણ પોતપોતાની સ્પીડમાં ભાગી રહ્યા છે. પણ આ નબીરાને તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ તો કરવી જ છે, એટલે તે પોતાની બાઇક સ્પીડમાં એવી રીતે ભગાવે છે કે જાણે ફિલ્મનો સીન હોય. તે રસ્તા પર બાઈક ફૂલ સ્પીડમાં બાઇક ભગાવી રહ્યો છે.

જોકે, ત્યારે જ રસ્તા પર એક કાકા સ્કૂટી લઈને નીકળે છે અને પછી જે થાય છે, તેને જોઇને ઇન્ટરનેટ પર લોકો મજા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે - આને જ કહેવાય ઇન્સ્ટન્ટ કર્મા. બાઇકરને સ્કૂટર પર કાકા તો દેખાઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેની બાઇક બેકાબૂ થઈ ચુકી હતી અને પછી બાઇકર અને તેની ગર્લફ્રેન્ડ બંને રસ્તા પર પડ્યા અને ઘસડાયા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો એટલું તો સમજાય છે કે રસ્તાઓ કોઈ રેસિંગ ટ્રેક નથી અને ટ્રાફિક નિયમો ઘણા સમજી-વિચારીને બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: VIDEO : ભારે કરી! સુહાગરાતના દિવસે જ દુલ્હને કરી એવી ડિમાન્ડ કે, પતિ પણ ચોંકી ગયો

આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલા બીજા બાઇકરે કેમેરામાં કેદ કરી લીધી, જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ વીડિયો @divya_gandotra ના એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન પણ એકદમ સટીક આપ્યું છે, જયારે બાઇક કંટ્રોલ કરતા નથી આવડતી, તો ચલાવો જ શા માટે છો? આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે, જયારે કોમેન્ટ સેક્શનમાં ઘણી કોમેન્ટ્સ આવી છે. એક યુઝરે કોમેન્ટ કરી - લો ભાઈ, થઈ ગયો કર્મનો હિસાબ. બીજા એક યુઝરે મજાક ઉડાવતા કહ્યું કે, સબ લડકી કા ચક્કર હૈ બાબુ ભૈયા. બીજા એક યુઝરે લખ્યું - મને એવું કેમ લાગે છે કે ભૂલ સ્કૂટરવાળા અંકલની હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Road Accident Video Bike Crash Video Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ