ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:57 PM, 25 April 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં રોજ કોઇ ને કોઇ અજબ ગજબ વીડિયો વાયરલ થતો રહે છે. કેટલાક વીડિયો એવા હોય છે જેને જોયા બાદ પેટ પકડીને હાસ્ય આવે છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે કે જેમની શરૂઆત સામાન્ય લાગે છે પરંતુ થોડું આગળ જોઈ એટલે ચોંકી જઈએ એવું બને છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં લગ્નની પ્રથમ રાતે પત્નીએ એવી માંગણી કરી કે પતિ ચોંકી ગયો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેને 1.7 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
ADVERTISEMENT

વિડિયો એક હનીમૂન રૂમનો છે, જ્યાં નવયુગલ પોતાની પહેલી રાત્રી માટે આનંદમાં જોવા મળે છે. પરંતુ ત્યારે જ પત્ની કહે છે કે 'આજે ખૂબ જ ખાસ દિવસ છે, તો કંઈક ખાસ થવું જોઈએ' અને તરત જ એ કહે છે, 'હું બિયર પીઉં છું' પત્ની પાસેથી આ સાંભળીને પતિ સંપૂર્ણ રીતે ચોંકી જાય છે અને તેના હોશ ઉડી જાય છે.
ADVERTISEMENT
પતિ આશ્ચર્યથી પૂછે છે કે, 'લગ્ન પહેલા તો એવું કંઈ પણ કહ્યું ન હતું' આના જવાબમાં પત્ની કહે છે કે, 'લગ્ન પહેલા બધા જૂઠું બોલે છે, મને ખબર છે તમે પણ દારૂ પીતા જ હશો' તે વધુમાં કહે છે, "તમે પણ લાવો, આજે કંઈ પણ ચાલશે."
ADVERTISEMENT

પતિ શાંતિથી જવાબ આપે છે કે, 'હું દારૂ કે સિગારેટ પીતો નથી અને હું નથી ઇચ્છતો કે મારી પત્ની પણ એવું કરે' આ સાંભળીને પત્ની ખુશ થઈ જાય છે અને કહે છે કે, 'ભગવાનનો આભાર, તમે મારી પરિક્ષામાં પાસ થઇ ગયા. હું ફક્ત તમારી કસોટી લઈ રહી હતી'
ADVERTISEMENT
ADVERTISEMENT
વિડિયોની અંતમાં એક ઝટકો આવે છે. 'उल्टा चोर कोतवाल को डांटे' આ કહેવતને સાચી કરતા પતિ પોતાનું ખિસ્સું ખોલે છે અને તેમાંથી તમાકુ કાઢીને ખાવા લાગે છે! હવે વારે વારે આશ્ચર્ય પામનારી પત્ની ચહેરો વિચિત્ર બનાવી દે છે. તમે પણ આ વીડિયો જોયા બાદ પોતાની હસી રોકી નહીં શક્યા હોવ
આ પણ વાંચો : પહેલગામ હુમલાના પીડિતોના પરિવારોને LICએ આપી મોટી રાહત, જાણો શું એલાન કર્યું
ADVERTISEMENT
વિડિયો જોનાર લોકો આ પર મજેદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું 'ખૈની પ્રેમી!' તો અન્ય લોકોએ હાસ્યજનક ઇમોજી સાથે વીડિયોને ખૂબ શેર કર્યો છે. આ વીડિયો ને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે કે વાસ્તવિક છે એ તો કહવું મુશ્કેલ છે પણ તે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે એમાં શંકા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો