ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / Viral / VIDEO : 7 વાઘોએ સારસ પક્ષીના ઉડાવી દીધાં ચિંથરે-ચિંથરા, સામે આવીને આંખ દેખાડતાં ફાડી ખાધું, ઝૂમાં ઝણઝણાટી
Last Updated: 11:23 AM, 12 June 2025
ADVERTISEMENT
સારસ પક્ષી એકદમ શાંત સ્વભાવના અને પ્રેમ માટે જાણીતાં છે. તે પોતાની દુનિયામાં મસ્ત રહીને જિંદગી પૂરી કરી નાખે છે પરંતુ ક્યારેક અટકચાળો કરવા જતાં જીવ ગુમાવે છે. વાઘની સામે આવીને તાકાત દેખાડવાનું સારસ પક્ષીને મોતમાં પડ્યું. ચીનના શેનડોંગ પ્રાંતના ડેઝોઉમાં ક્વાનચેંગ યુરોપાર્ક વાઇલ્ડલાઇફ કિંગડમમાં બનેલી એક ઘટનામાં સામે આવીને આંખ દેખાડતાં વાઘોએ એક સારસ પક્ષીને ફાડીને ચીરી નાખ્યું અને પછી તેની દાવત ઉડાવી હતી. આ હેરાનીભર્યા બનાવનો એક વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
A crane flew into a tiger enclosure in China… And instantly regretted its life choices.pic.twitter.com/0R8IhDilwr
— Massimo (@Rainmaker1973) June 10, 2025
7 વાઘ સામે પડ્યું સારસ
ADVERTISEMENT
આ ક્લિપ 1 મિનિટની છે, જેમાં જોઈ શકાય છે કે એક સારસ પક્ષી વાઘના વાડામાં ઊભું છે તે વાઘ તરફ જઈ રહ્યું અને ડરાવવા માટે પોતાની પાંખો ફેલાવી દીધી અને વાઘ જ્યારે પંજો મારે છે ત્યારે પાછળ તો હઠે છે પરંતુ ત્યાર બાદ ખૌફનાક બને છે. તે ફરીથી વાઘ તરફ જાય છે અને પાંખો ફેલાવીને પોતાની ચાંચથી હુમલો કરે છે. પણ વાઘ તો વાઘ હોય છે... તે લાગ શોધી રહ્યાં હતા અને જેવી તક મળી કે તરત બધા સારસ પર તૂટી પડ્યાં હતા અને તેની દાવત ઉડાવી દીધી હતી.
ADVERTISEMENT
મોત આવે એટલે મગજ બંધ થઈ જાય
આ વીડિયો 10 જૂનના રોજ X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું - ચીનમાં એક ક્રેન આકસ્મિક રીતે વાઘના વાડામાં ઘૂસી ગઈ... અને બીજી જ ક્ષણે તેના જીવનની સૌથી મોટી ભૂલ કરી! હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, જે X થી Reddit પર શેર કરવામાં આવી રહી છે. કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તે કેમ ઉડ્યો નહીં, જ્યારે કેટલાકે કહ્યું કે જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે પક્ષીઓનું મગજ પણ કામ કરવાનું બંધ કરી દે છે!
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ