બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / Vikramaditya Singh To Contest Lok Sabha Elections 2024 Against Kangana Ranaut In Mandi

લોકસભા ચૂંટણી / કંગના રનૌત સામે આ મજબૂત ચહેરાને ઉતારાયો, કોંગ્રેસના ગઢ મંડીમાં કાંટાની ટક્કર

Hiralal

Last Updated: 05:22 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ હિમાચલની મંડી લોકસભા બેઠક પર ભાજપના કંગના રનૌતની સામે વિક્રમાદિત્ય સિંહને ઉતાર્યાં છે.

જ્યારથી ભાજપે બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને ટિકિટ આપી છે ત્યારથી હિમાચલની મંડી બેઠક હાઈ પ્રોફાઈલ બની છે. કોંગ્રેસ હવે આ બેઠક પર ઉમેદવારનું જાહેર થયું છે. . હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે એલાન કર્યું છે કે કોંગ્રેસ તરફથી મંડીથી વિક્રમાદિત્ય સિંહ લોકસભા ચૂંટણી લડશે. 

સીએમ સખવિન્દર સિંહ સુખુએ પણ કર્યો ઈશારો 
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ પણ આ વાતનો સંકેત આપ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે દિલ્હીમાં સીઈસીની બેઠકમાં વિક્રમાદિત્ય સિંહના નામની ચર્ચા થઈ છે. સીએમ સુખુએ કહ્યું કે અમને મંડીમાંથી યુવા નેતા મળશે, તે નક્કી છે. સાથે જ પ્રતિભા સિંહે કહ્યું કે વિક્રમાદિત્ય સિંહને મજબૂત ઉમેદવાર માનવામાં આવ્યા છે. હાલ આ સીટ પરથી પ્રતિભા સિંહ સાંસદ છે.

વધુ વાંચો : તમારા ઘરથી મતદાન મથક કેટલું દૂર છે? તેની માહિતી મળશે ઓનલાઈન, આ રીતે ચેક કરો

હાલમાં વિક્રમાદિત્ય સિંહની માતા પ્રતિભા સિંહે મંડીથી સાંસદ 
પ્રતિભા સિંહે એવું કહ્યું કે કંગના શું કરી રહી છે કે શું બોલી રહી છે તેની અમને પરવા નથી. મંડીના લોકો હંમેશા અમારી સાથે રહ્યા છે. મેં મુશ્કેલ સંજોગોમાં પણ આ બેઠક જીતી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને વિક્રમાદિત્ય સિંહની માતા પ્રતિભા સિંહે ચૂંટણીની રેસમાંથી બહાર થવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. હવે તે ઇચ્છે છે કે તેનો પુત્ર આ બેઠક પરથી ચૂંટણી લડે. મંડી લોકસભા બેઠક કોંગ્રેસના ગઢ ગણાય છે અને હાલમાં હિમાચલ ચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ અહીંથી સાંસદ છે અને તેઓ વિક્રમાદિત્ય સિંહના માતા છે. 

રાજ્યસભાની ચૂંટણી બાદ તણાવ વધ્યો
વિક્રમાદિત્ય સિંહને મંડીથી ઉમેદવાર બનાવવામાં આવે તો તેનાથી કોંગ્રેસની અંદરની નારાજગી પણ દૂર  કરવામાં પણ મદદ મળશે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં જ તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. વિક્રમાદિત્યને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને ઓછો કરવાનો પ્રયાસ કરશે. 

ભાજપે કંગના રનૌતને મંડીથી ટિકિટ આપી
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર છે. તે આ દિવસોમાં મંડીમાં પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કંગનાની ઉમેદવારીમાં કોઈ નવાઈ નહોતી. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ચાહક છે. બે વર્ષથી વધુ સમય સુધી તેઓ રાજકારણમાં કારકિર્દી બનાવવાનો સંકેત આપી રહ્યા હતા. તેમણે રામ મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ