ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / તેઓ મારા માટે પિતાતુલ્ય હતા..મારાથી ભૂલ થતી તો...ડ્રાઇવરે વિજય રૂપાણી સાથેની યાદોને વાગોળી
Last Updated: 03:24 PM, 15 June 2025
ADVERTISEMENT
પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા તેમના સ્નેહીજનો આઘાતમાં છે.. તેમના પરિવારજનો હોય, મિત્રો હોય કે પછી તેમનો ડ્રાઇવર દરેકની આંખો વિજયભાઇના નિધનના શોકમાં છલકાઇ રહી છે. તેમના ડ્રાઇવર રવજી દવેરા છેલ્લા 25 વર્ષોથી વિજયભાઇની કાર ચલાવતા હતા. તેમણે જણાવ્યું કે વિજયભાઇ ખુબજ પ્રેમાળ સ્વભાવના હતા.. ડ્રાઇવિંગમાં ક્યારેક ભૂલ થઇ હોય તો શાંતિથી અને પ્રેમથી સમજાવતા.
ADVERTISEMENT
રવજી દવેરાએ વધુમાં કહ્યું કે તેઓ મારા પિતા તુલ્ય હતા. તેઓ મને ડ્રાઇવરની જેમ નહીં પરંતુ પરિવારના સભ્યની જેમ રાખતા હતા. રવજી દવેરા વિજય રૂપાણી સાથે ત્યારતી જોડાયેલા હતા જ્યારથી તેઓ સંગઠનનું કામ કરતા હતા.. તેઓ કહે છે કે વિજયભાઇના પ્રેમ અને તેમના પિતા તુલ્ય સ્નેહને હું ક્યારેય નહીં ભૂલી શકું.
ADVERTISEMENT
આપણ વાંચોઃ આવતીકાલે યોજાશે વિજય રૂપાણીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટે તેવી સંભાવના
વિજયભાઇ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નીતીન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા. અને તેમની જોડી જય અને વિરુની જોડી નામે પ્રચલિત હતી.. નીતીનભાઇ પણ વિજયભાઇના નિધન પર ભાવુક થઇ ગયા હતા તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સાથે હતા ત્યારે દરરોજ એક કલાક સાથે બેસતા..તેમણે કહ્યું હતું કે વિજયભાઇએ મને એક ભાઇ જેવો પ્રેમ આપ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો