ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / videocon-launches-hybrid-ac-no-electricity-bills

NULL / મફતમાં ઠંડી હવા... અડધી જીંદગી સુધી આ કંપનીનું AC ફ્રીમાં ચાલશે જેમાં નથી આવતું બિલ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદઃ ઉનાળો ધગધગી રહ્યો છે ત્યારે લોકો ઠંડુ વાતાવરણ શોધી રહ્યા હોય છે. માર્કેટમાં મળી રહેલા એસી જેમાં 2 સ્ટારથી 5 સ્ટારના એસી સામેલ છે. જો AC લે તો મોંઘુ પડે છે કારણ કે તેનું વિજળી બિલ સૌથી વધારે આવે છે. તેમાં પણ એસી 5 સ્ટાર હોઇ છતાં પણ બિલ તો એજ આવે છે. આ મોંધા બિલા આપતા એસીને ટક્કર આપવા વીડિયોકોન દ્વારા હાઇબ્રિડ સોલર એસી લોન્ચ કરાયું છે. 

ACમાં નહીં આવે કોઇ પણ પ્રકારનું બિલ
એર કન્ડીશનરના કારણે વીજળીના તગડા બીલથી પરેશાન લોકો માટે વીડિયોકોન કંપની રાહતના સમાચાર લઈને આવ્યું છે. આ કંપની એવું એર કન્ડીશનર રજૂ કર્યું છે જેના કારણે તમારે વીજળી માટે કોઈપણ ખર્ચ કરવો નહીં પડે. વીડિયોકોનનું આ હાઇબ્રિડ સોલર એસી છે જે સૂર્યના પ્રકાશથી જ ઉર્જા મેળવે છે. એવામાં તે પર્યાવરણને થતા નુકસાનથી પણ બચાવે છે. આ એસીમાં કોઇપણ પ્રકારનું બિલ આવતું નથી. મફતમાં ઠંડી વાતાવરણ મળશે.


પર્યાવરણને અનુકૂળ રહેશે AC
દેશમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ કંપનીએ સોલર પાવરથી ચાલતું એર કન્ડીશનર રજૂ કર્યું છે. પર્યાવરણમાં વધતા કાર્બન ડાયોકસાઈડના પ્રમાણને ધ્યાનમાં રાખતા બજારમાં પર્યાવરણે અનુકૂળ એસી બનાવવની માગ ઘણાં સમયથી થઈ રહી છે. એવામાં વીડિયોકોને તેને ધ્યાનમાં રાખીને સોલર પાવરથી ચાલતું અનોખું એસી બજારમાં ઉતાર્યું છે. એટલું જ નહીં પર્યાવરણ અનુકૂળ હોવાને કારણે કંપનીની બજાર પર પકડ પણ મજબૂત થશે. 


AC ત્યારે જ કામ કરે છે જ્યારે ગરમી હોય
વીડિયોકોન કંપની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એસી સંપૂર્ણપણે સૌરઉર્જા અને હાઇબ્રિડથી ચાલે છે. જેને લઇ કોઇપણ પ્રકારનું બિલ નહીં આવે. કંપની દ્વારા એસીની ખરીદી સાથે સોલર પેનેલ પ્લેટ અને DC અને AC કન્વર્ટર આપવામાં આવે છે. આ એસી ત્યારે જ કામ કરે છે જ્યારે ગરમી પડે છે. પરંતુ આ એસી રાત્રીના સમયે કામ નથી કરતું. જો રાત્રે આ એસીની હવા જોઇતી હશે તો તમારે બેટરી અલગથી ખરીદવાની રહશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ