ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Video: હવે 5 જ મિનિટમાં ઘરે બેઠાં કઢાવો તમારું 'પ્રોપર્ટી કાર્ડ', જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

કામની વાત / Video: હવે 5 જ મિનિટમાં ઘરે બેઠાં કઢાવો તમારું 'પ્રોપર્ટી કાર્ડ', જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Published By: Priyankka Triveddi

Last Updated: 12:23 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોપર્ટી કાર્ડ કઢાવવું છે? પણ લાંબી લાઇનમાં ઊભા રહેવું ગમતું નથી? તો આ સમાચાર ખાસ તમારા માટે છે.

ADVERTISEMENT

Online application for Property Card: પ્રોપર્ટી કાર્ડ એ જરૂરી દસ્તાવેજ છે. અને આજકાલ તમે જોયું જ હશે કે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે કચેરીઓ બહાર લાંબી લાઇન હોય છે. તમારે પણ પ્રોપર્ટી કાર્ડ કઢાવવું છે અને લાંબી લાઇનમાં નથી ઊભા રહેવું તો કેવી રીતે ઓનલાઈન પ્રોસેસ કરીને પણ તમે તે મેળવી શકો છો. ઓનલાઈન કેવી રીતે પ્રોસેસ કરવું તે આજે જાણીશું.

ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ માટે એપ્લાય કેવી રીતે કરવું તે જાણવા માટે આ વીડિયો આખો જોઈ લો.

પ્રોપર્ટી કાર્ડ માટે એપ્લાય કરવા માટે સૌથી પહેલા તમારે ગુગલમાં IORA સર્ચ કરવાનું છે. ત્યારબાદ જે પહેલી વેબસાઈટ છે AnyRoR Gujarat State Portal https://anyror.gujarat.gov.in/

  • એના પર ક્લિક કરો અને આ બાદ તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • જેવું ક્લિક કરશો એટલે ડેશબોર્ડ જોવા મળશે. અહીં નીચે તમને ડિઝીટલી સિલ્ડ પ્રોપર્ટી કાર્ડ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં અરજદારનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ (જોઈએ તો) દાખલ કરો. ત્યારબાદ લિંગ પસંદ કરો – પુરુષ કે સ્ત્રી.
  • હવે તમારે પસંદ કરવાનું છે કે તમને કઈ પ્રકારનું કાર્ડ જોઈએ છે – Property Card (મૂળ કાર્ડ) કે Unit Property Card (એકમ કાર્ડ).
  • હવે જિલ્લો પસંદ કરો, પછી City Survey Office અને ત્યારબાદ વોર્ડ પસંદ કરો.
  • આ પછી તમારે સર્વે નંબર પસંદ કરવો પડશે.
P-card

હવે જો તમને એ ના ખબર હોય કે તમારો સર્વે નંબર શું છે તો મુંઝાવાની જરૂર નથી. એ પણ તમને 5 મીનિટની અંદર મળી જશે. સર્વે નંબર મેળવવા માટે ગુગલમાં સર્ચ કરવાનું છે e-Milkat-189

  • વેબસાઈટ જે પહેલી આવે એમાં ક્લિક કરવાનું છે.
  • ત્યાર બાદ તમને એક પેજ દેખાશે જેમાં તમારે જમીનનો રેકોર્ડ ચેક કરવા માટે શહેર એના પર ક્લિક કરવાનું છે
  • અને આ બાદ તમારે એની અંદર અલગ અલગ ઓપ્શન દેખાતા હશે એમાંથી તમે સૌથી સરળ ધારણકર્તાના નામ પરથી સરવે નંબર જાણવા પર ક્લિક કરો
  • આ બાદ તમારે District(જીલ્લો) City Survey Office(સીટી સરવે ઓફીસ) Ward(વોર્ડ) પસંદ કરવાનું છે
  • આ બાદ તમારે તમારું નામ અથવા તો તમારા પિતાનું નામ દાખલ કરવાનું છે આ બાદ સિક્યોરિટી ચેક માટે જે નંબર આપેલો છે એને બાજુના બોકસમાં સેમ દાખલ કરવાનું છે,
  • આ બાદ ગેટ ડિટેલ પર ક્લિક કરો, આ બાદ ફરી એક વાર એક પેજ ખુલી જશે જેમાં તમને અલગ અલગ વિગતો દેખાતી હશે એમાંથી એક પછી એક ક્લિક કરશો તો
  • તમારા સર્વેની વિગત તમને દેખાશે એની સાથે સાથે તમને સર્વે નંબરની માહીતી તમને મળી જશે,
  • એને કોપી કરો અને ફરી આવી જાવ આપણા પહેલા પેજ ઉપર જ્યાં આપણે પ્રોપર્ટી કાર્ડની વિગતો ભરતા હતા
  • અહીં હવે સર્વે નંબર નાખો ,સર્વે નંબર નાખશો એટલે તમારું શિટ નંબર અને ક્ષેત્રફળ જોવા મળશે.
E-Milkat
  • હવે "Calculate Fee" પર ક્લિક કરો. તમને બતાવશે કેટલી ફી ભરવી પડશે – પાના દીઠ ₹5. એટલે કે બે પાના હશે તો ₹10.
  • હવે “Save Application” પર ક્લિક કરો. તમને એપ્લિકેશન નંબર મળશે – એને સાચવી રાખો. હવે “Pay Now” પર ક્લિક કરો.
  • પેમેન્ટ માટે Net Banking કે Payment Gateway પસંદ કરો. જો Payment Gateway પસંદ કરો તો “Confirm”, “Agree” અને “Submit” પર ક્લિક કરો.
  • હવે Payment માટે વિવિધ વિકલ્પ મળશે – PhonePe, Google Pay, Paytm વગેરે. જો UPI પસંદ કરો તો QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરો.

વધુ વાંચો: હવે તમે Netflixની મજા મફતમાં માણી શકો છો, બસ કરાવો આ ખાસ પ્લાન!

vtv app promotion

પેમેન્ટ થયા પછી અરજીની પ્રિન્ટ અથવા રસીદ કાઢી શકો છો. ત્યારબાદ “Print Copy” પર ક્લિક કરતાં તમારું Property Card સામે આવી જશે. તમે એ પ્રિન્ટ કરીને રાખી શકો છો અથવા જ્યાં જરૂર હોય ત્યાં આપી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

utility news propertycard how to apply for property card

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ