બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: Aamir Khan's house decorated like a bride for daughter's wedding, Bollywood's 'Mr Perfectionist' different look
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓથી બૉલીવુડમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, પરિણીતી ચોપરા, અરબાઝ ખાન, આથિયા શેટ્ટી, કેએલ રાહુલ સહિત ઘણા સ્ટાર્સે પોતાના જીવનમાં નવી શરૂઆત કરી હતી અને ઘણા એવા સ્ટાર્સ પણ છે જે વર્ષ 2024 માં લગ્ન કરવા જઈ રહ્યા છે.
#AamirKhan’s house is all lit up in anticipation of his daughter #IraKhan’s wedding with #NupurShikhare. ✨ pic.twitter.com/IuMDDes5Vw
— Filmfare (@filmfare) January 2, 2024
ADVERTISEMENT
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાન આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. આમિર ખાન ઈરા ખાનના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં આમિર ખાન શોપિંગ કરતી વખતે જોવા મળ્યો હતો. આ બધા પછી હવે ઈરા ખાનના લગ્ન પહેલા આમિર ખાનના ઘરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં આમિર ખાનના ઘરમાં ઘણી બધી લાઈટો લગાવેલી જોવા મળે છે. જણાવી દઈએ કે આમિર ખાનની દીકરી ઈરા ખાન તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે 3 જાન્યુઆરી 2024ના રોજ લગ્ન કરવા જઈ રહી છે.
ADVERTISEMENT
Amir Khan's daughter Ira Khan's Shaadi ❤️#amirkhan #irakhan pic.twitter.com/Hi6lOXTnaZ
— Viral Bhayani (@viralbhayani77) January 1, 2024
ADVERTISEMENT
જણાવી દઈએ કે આમિર ખાનની દીકરી ઈરા ખાન તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે 3 જાન્યુઆરી 2024ના એટલે કે આવતીકાલે લગ્ન કરવા જઈ રહી છે. જો કે લગ્નની આ તારીખ નક્કી કરવા પાછળ આમિરની લાડકીએ કહ્યું કે 3 જાન્યુઆરીને તેના લગ્નની તારીખ તરીકે પસંદ કરી કારણ કે તે આ તારીખે નૂપુર સાથે ડેટ પર ગઈ હતી.
વાંચવા જેવુ: 2024માં આ ગુજરાતી ફિલ્મો કરશે તમારું મનોરંજન, જુઓ મચ અવેઈટેડ ફિલ્મોનું લિસ્ટ
ADVERTISEMENT
ઈરા ખાન અને નુપુર શિખરેએ વર્ષ 2023માં સગાઈ કરી હતી. તેમની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે ઈરા ખાન અને નુપુર શિખરેના લગ્ન પહેલા આમિર ખાનના ઘરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાનના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આમિર ખાનનું શણગારેલું ઘર જોયા પછી લોકો તેને જોતા જ રહી ગયા.
#AamirKhan and ex-wife #ReenaDutta's residences lit up in celebration of #IraKhan’s wedding ❤️✨ pic.twitter.com/8GHmVEzwx6
— Bollywood Life (@bollywood_life) January 2, 2024
ADVERTISEMENT
ઇરા ખાનના લગ્ન પહેલા આમીર ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં આમિર ખાન તેની પૂર્વ પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો હતો. સાથે જ વીડિયોમાં આમિર ખાનનો લુક સાવ અલગ જ દેખાઈ રહ્યો હતો. આમિર ખાનનો આ વીડિયો આવતાની સાથે જ વાયરલ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.