બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પૂજા ફરી એક વખત બોલીવુડમાં પરત ફરવા માંગે છે. આજે ભલે પૂજાની બીમારી દૂર થઈ ગઈ હોય પરંતુ આર્થિક તંગી એવી છે કે જેમ-તેમ તેનો ગુજારો ચાલી રહ્યો છે. પૂજા વર્સોવા ગામની એક ચાલીમાં 5000ના ભાડામાં રહે છે. તેની પાસે ન તો ખાવા-પીવાની વ્યવસ્થા છે કે ન તો સરખા પહેરવા માટે કપડાં. હવે તે કોઈની મદદ નથી માંગી રહી પરંતુ કામ કરીને પોતાનું જીવન ચલાવવા માંગી રહી છે અને આ માટે તે બોલીવુડમાં કોઈ કામ કરવા માંગે છે.
કાંસકો ફેરવતી તો એટલાં વાળ ખરતા હતાં કે...
ADVERTISEMENT
પોતાની બીમારીના દિવસો યાદ કરતા પૂજાની આંખમાં આંસુ આવી જાય છે. તે કહે છે જ્યારે મને ટીબીની બીમારીનો ખ્યાલ આવ્યો ત્યારે હું ગોવામાં એક કસીનોમાં રહેતી હતી. મારી સાથે કામ કરનારા લોકો મને કહેતા હતા કે દિવસેને દિવસે મારી તબિયત ખરાબ થઈ રહી છે. પરંતુ મારી પાસે પૈસા નહોતા, મારી બીમારીને કારણે પરિવાર મારાથી દૂર થઈ ગયો હતો અને પરિવાર તરફથી પણ કોઈ મદદ મળી રહી ન હતી. આ કારણથી ઈલાજ અને હોસ્પિટલથી હું દૂર રહી હતી. મને લોહીની ઉલ્ટીઓ થતી હતી, મારા વાળ ઝપડથી ખરી રહ્યાં હતાં, કાંસકો ફેરવું તો વાળનો ગુચ્છો ખરતો હતો. તમામ વાળ ખરી ન જાય એટલે મેં વાળમાં કાંસકો ફેરવવાનું છોડી દીધું હતું.
મારું વજન 52 કિલોથી 26 કિલો થઈ ગયું હતું
ADVERTISEMENT
આગળ વાત કરતા પૂજા કહે છે કે મારું વજન 52 કિલોથી 26 કિલો થઈ ગયું હતું. મને ખ્યાલ નહોતો આવતો કે મને કઈ બીમારી થઈ છે. એક દિવસ મને ખૂબ લોહીની ઉલ્ટીઓ થઈ તો મેં મારા ડાયરેક્ટર મિત્ર રાજેન્દ્ર સિંહને કૉલ કર્યો અને મારી હાલત વિશે જણાવ્યું. મારી પાસે મુંબઈ જવાના પણ પૈસા નહોતા. રાજેન્દ્રજીએ મારી માટે ટિકિટ બુક કરાવી અને તેમના ઘરે બોલાવી. મારી હાલત જોઈને તેઓ ચોંકી ગયા હતા. મારા શરીર પર માત્ર હાડકાંઓનો ઢાંચો રહ્યો હતો. તેમણે મને શિવડીની ટીબી હોસ્પિટલમાં ભરતી કરાવી મારો ઈલાજ શરૂ કરાવ્યો હતો.
સલમાનની ટીમ મને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવા માંગતી હતી
ADVERTISEMENT
સલમાન ખાનની ટીમે લગભગ 6 મહિના સુધી હોસ્પિટલમાં મારું ધ્યાન રાખ્યું હતું. એક માણસ 24 કલાક માટે મારી ડ્યૂટીમાં લગાવ્યો હતો. મારા ઈલાજના ખર્ચા ઉપરાંત સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડમાં પડદો લગાવી મારી જગ્યા અલગ કરાવી. મારા ખાવા-પીવાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. સલમાનની ટીમ મને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખવ કરવા માંગતી હતી પરંતુ કહેવાય છે કે ટીબીનો સૌથી સારો ઈલાજ આ હોસ્પિટલમાં થાય છે એટલે મેં જાતે જ આ હોસ્પિટલમાંથી શિફ્ટ થવાનો ઈનકાર કર્યો હતો.
સલમાને મારા ઈલાજ માટે લાખો રૂપિયા ખર્ચ કરી દીધાં
ADVERTISEMENT
કેટલાંય મહિનાઓના ઈલાજ બાદ પણ મારી હેલ્થમાં કોઈ ખાસ ફરક આવ્યો ન હતો તો સલમાનની ટીમે ખાવા-પીવામાં જોર આપ્યું. અલગ અલગ પ્રકારના પ્રોટીન્સના ડબ્બા તેમ જ હ્યુમન બીઈંગ તરફથી સારા કપડાં મને મોકલવામાં આવ્યાં. 6 મહિના બાદ જ્યારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ તો ગોવા જતી રહી હતી પરંતુ ત્યાં મારા માટે કોઈ વ્યવસ્થા નહોતી. ત્યાં પણ મને બીઈંગ હ્યુમનની ટીમે એક રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરી આપી અને ત્યાર બાદ એક ભાડે ઘરની વ્યવસ્થા કરી આપી.
સલમાનને મળીને તેના પગે પડવા માંગુ છું
ADVERTISEMENT
કામ કરીને મારે પોતાનું એક ઘર ખરીદવું છે અને તે ઘરમાં ભગવાનની નહીં પરંતુ સલમાનની તસવીર લગાવીને પૂજા કરીશ. મારા માટે તો એ જ ભગવાન છે જેને મને નવું જીવન આપ્યું. બીમારીથી ઠીક થયા બાદ તુરંત હું સલમાનને મળવા માંગતી હતી. હવે હું સલમાનને મળીને તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને તેમના ચરણ સ્પર્શ કરવા ઈચ્છું છું. આજની દુનિયામાં આવા ઓછાં લોકો હોય છે. જ્યારે મારા માતા-પિતાએ એ વિચારીને મને દૂર કરી દીધાં કે મારી બીમારી તેમના માટે ખતરો ન બની જઉં ત્યારે સલમાને મારી મદદ કરીને મને નવું જીવન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.