બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Gujarati Cinema / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / Vash Level 2 દર્શકોને વશમાં કરી શકે છે કે નહીં? ફિલ્મ જોતા પહેલા વાંચી લો રિવ્યુ

ગુજરાતી સિનેમા / Vash Level 2 દર્શકોને વશમાં કરી શકે છે કે નહીં? ફિલ્મ જોતા પહેલા વાંચી લો રિવ્યુ

Priyankka Triveddi

Last Updated: 11:51 AM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે કોઈ વ્યક્તિ પર વશીકરણ થાય તો તેની અસર કેટલા સમય સુધી રહે? જો આ સવાલનો જવાબ તમારે પણ જાણવો હોય તરોતાજા ફિલ્મ 'વશ લેવલ 2' વહેલી તકે તમારા નજીક કે દૂરના થિયેટરમાં જઈને જોઈ આવો. પણ હા, જોવા જતાં પહેલા કેટલીક જરૂરી સૂચનાઓ માટે આ આર્ટીકલ પણ વાંચતાં જજો

Vash Level 2 Review: જસ્ટ ઈમેજિન, તમે થિયેટરમાં છો, ફિલ્મ શરૂ થાય ત્યારે હંમેશની જેમ કોલાહલ છે, પહેલી 10 મિનિટ સુધી પણ આપણી આદત પ્રમાણે લોકો લેટ આવે છે. પણ જેવી ફિલ્મની 20-25 મિનિટ જાય કે તમને એક પણ સીટમાં એક પણ વ્યક્તિ સ્હેજ પણ હલતો ન દેખાય. જો આજુબાજુવાળના એક્સપ્રેશન જુઓ તો ક્યારેક ડર, ક્યારેક અરેરાટી, ક્યારેક જોરદાર એવા એક્સપ્રેશન જોવા મળે. ક્યાંક દૂરની સીટમાંથી ઓહ બાપ રે , ડરના માર્યા સિસકારા સંભળાય. બસ, વશ લેવલ ટુ જોતી વખતે મને પણ આ જ અનુભવ થયો, હવે હું આખો રિવ્યુ તો લખીશ, પણ આટલા પરથી સમજો કે ફિલ્મ કેવી છે?

વશનો પહેલો ભાગ જેના પરથી બોલીવુડે પણ શૈતાન બનાવી એ જબરજસ્ત હિટ હતો. એક નવા ટોપિક સાથે ગુજરાતી ફિલ્મ આવે અને આટલી વખણાય એમાં આપણે બધા ખુશ હતા. પણ જ્યારે લેવલ ટુ અનાઉન્સ થઈ ત્યારથી ફિલ્મી કીડા તરીકે ઉત્સુક્તા હતી કે સાલુ હવે શું બતાવશે? લગભગ બધું જ તો પહેલા ભાગમાં આવી ગયું. પણ બોસ જ્યારે ઈન્ટરવલ પડે ત્યા એમ થાય કે કેડી એન્ડ ટીમ ગજ્જબ. ફિલ્મ શરૂ થાય છે એ જ બંગલો, જ્યાં આજે પણ એટલે કે 12 વર્ષ પછી પણ પ્રતાપ કેદમાં છે અને આર્યા વશીકરણમાં. અને પછી થિયેટરમાં છવાઈ જાય છે નીરવ શાંતિ કારણ કે તમે રેડી નથી જે જોવા માટે તૈયાર જ નથી, એવી જબરજસ્ત ઘટનાથી ફિલ્મ શરૂ થાય છે. ખિસ્સામાં ઘણી હિંમત લઈને જજો, કારણ કે આ માત્ર ફિલ્મની શરૂઆત છે. ત્યાંથી ફિલ્મ આગળ વધે છે કે શહેરમાં એક પ્રતાપ જેવો બીજો આવ્યો છે જેણે એકસાથે એક જ સ્કૂલની 150 છોકરીઓ પર 'વશીકરણ' કર્યું છે. હવે આ છોકરીઓ પર વશીકરણ કેમ કર્યું છે? તેનો મકસદ શું છે? 150 છોકરીઓ પર વશીકરણ કરનાર રાજનાથ અને પ્રતાપ વચ્ચે શું સંબંધ છે? અને શું આર્યા વશીકરણમાંથી બહાર આવે છે?? આ બધા સવાલોના જવાબ તમને ફિલ્મમાં મળી જશે. પણ હા હજુ એક disclaimer કે જો એક આર્યા તમને ડરામણી અને બિહામણી લાગી હોય તો 150 આર્યાઓ જે રીતે વશમાં આવીને તબાહી મચાવે છે એ જોઈને ક્યાંક પોપકોર્ન ને બદલે આંગળા ચાવી ના જતાં.

ટાઈટ સ્ક્રીન પ્લે, જબરજસ્ત એક્સપ્રેશન્સ, ખાસ કરીને સ્ટુડન્ટ્સના. હિતુ કનોડિયા અને હિતેનકુમારનું ફેસ ઓફ. હિતેનકુમારનો એન્ટ્રી સીન, થોડીક સેકન્ડ્સ માટે દેખાતી પિશાચી આનંદ માણતી સ્માઈલ. પહેલા હાફમાં તો દર 5-10 મિનિટે એમ થાય કે બોસ ક્યાં જશે આ ફિલ્મ. વિચારો અટકી જાય, ધ્યાન માત્ર સ્ક્રીન પર હોય. એટલે જો એક ક્ષણ પણ મોબાઈલમાં કે આડે અવળે જોયું તો તમે કશુંક ચોક્કસ ચૂકી જશો. Excellent ફર્સ્ટ હાફ. જે રીતે એક પછી એક ઘટના બનતી જાય છે અને એક પછી એક પાનાં ઉઘડતા જાય છે તેમ તેમ ફિલ્મ કોઈ કેફી દ્રવ્યની જેમ તમારી નસનસમાં ચડતી જાય છે.

પહેલા હાફમાં તો તમે પોતે વશમાં આવી જાવ, પણ જેમ રામનાથ કહે છે કે વશીકરણ 25 મિનિટ સુધી જ રહે એમ ધીરે ધીરે ઈન્ટરવલ પછી એ વશ લેવલ 2ની અસર ઓસરવા લાગે છે. એકાદ બે સીનમાં ફિલ્મ ઢીલી પડતી લાગે, પણ જ્યારે સસ્પેન્સ ખુલે ત્યારે એવું થાય કે,...(શું થાય એ લખી દઈશ તો તમને જોવાની મજા નહીં આવે). ફિલ્મનો અંત થોડો વિચિત્ર લાગી શકે છે. ડાર્ક પ્રકારનું કન્ટેન્ટ જોનારને, સિનેમા લવર્સને ગમનશે ફિલ્મ. પણ જો તમે ફૂલ પેક્ડ મનોરંજન માટે જાવ છો તો સેકન્ડ હાફમાં થોડા નિરાશ થઈ શકો છો. પણ છોકરીઓની ચીસો, હિતુ કનોડિયાની આંખો, હિતેનભાઈની પ્રેઝન્સ અને જાનકીની ચીસની સાથે સાથે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને યાદ રહી જશે અને એ જ ફિલ્મની સફળતા છે.

વેલ ટેક્નિકલી ફિલ્મ ખૂબ સાઉન્ડ છે. અમુક sequences ખૂબ સરસ રીતે શૂટ થયા છે. ફિલ્મમાં એક પણ સીન એકસ્ટ્રા નથી. જો કે, હિતેનકુમાર ફરી એકવાર એ terror ઊભો કરવામાં સફળ રહ્યા છે. તેમના લુક સાથે કરવામાં આવેલો experient તમને એક અલગ જ હિતેન કુમાર સ્ક્રીન પર બતાવશે. અને બે અલગ અલગ કેરેક્ટરને justice આપવો એ જ એક excellent performer ની નિશાની છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલાના ભાગે ખાસ કશું આવ્યું નથી. પણ હા એક પણ ડાયલોગ નહીં હોવા છતાં પણ ' એક ચીતરી ચડે એવી ઢીંગલી' જેવી જાનકી આખી ફિલ્મમાં દેખાય છે. અને છેલ્લે એક સીનમાં જ્યાં જાનકીનું પરફોર્મન્સ ક્યાંક આખી ફિલ્મની 150 છોકરીની સાથે આવીને ઊભું રહે છે. જાનકીનો એ એક સીન પૈસા વસૂલ અને હા એ સીનમાં પણ સીટ પરથી ઊભા થઈ જવાય તો કહેતા નહિ. અને બોસ લાસ્ટ બટ નોટ લિસ્ટ ઈઝ અવર ફેવરિટ અથર્વ એટલે કે હિતુ કનોડિયા. શું જોરદાર પરફોર્મ કર્યું છે!! એવું કહી શકાય કે હિતુ ભાઈએ તેમના કેરેટકરમાં પહેલા સીનથી લઈને છેલ્લા સીન સુધી એવી છાપ ઊભી કરી છે કે તમે એકપણ આંખનું મટકું માર્યા વિના તેમને જોશો. જો કે, ફિલ્મનો અંત પણ ક્યાંક અધૂરો કે પછી વશ 3 માટેનો સ્કોપ ઊભો કરતો હોય તેવું લાગે એટલે છેલ્લે તમારી અપેક્ષા મુજબ સ્ટોરીનો અંત આવતો નથી એટલે ક્યાંક કશુંક અધૂરું હોય તેવું લાગે.

વધુ વાંચો: VTV Digitalના વિદેશી વાચકોએ મનાવ્યો ગણેશોત્સવ, યુકે અને યુરોપના ગણપતિના કરો દર્શન

Promo New Parul

over all, વશ લેવલ 2 એ વશની સિક્વલ છે. એટલે અમુક અપેક્ષાઓ હોવાની જ. ઘણી વસ્તુઓ તમે વશમાં જોઈ જ હશે. ક્યાંક ફિલ્મમાં એમ થાય કે હજુ સહેજ વધારે ટેરર ઊભો કરી શકવાની શક્યતા હતી. પણ અંતે એક જ વાત કહીશ કે થિયેટરમાં જોવાય એવી ફિલ્મ છે. હ ફિલ્મ જોવા જાવ તો નાના બાળકોને ઘરે અને મોબાઈલને silent મોડ પર કરીને જજો. બુધવારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે તો આ વિકેન્ડમાં કે એ પહેલા અવશ્ય ફિલ્મ જોઈ આવજો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vash Level 2 Review Gujarati Cinema VTV Special
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ