ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Vande Bharat train cost RTI by Sanjay Izava, corruption's possibility have arouse

પ્રશ્નો / વંદેભારત ટ્રેનના ૪૦૮ કોચ માટે 2733 કરોડનો ખર્ચ, આ ખર્ચમાંથી શતાબ્દી એક્સપ્રેસના ૧૦૦૦ કોચ બનાવી શકાય

Published By: Vaidehi

Last Updated: 08:55 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTI એક્ટિવિસ્ટની ઈંક્વાયરી દરમિયાન તેને વંદેભારત એક્સપ્રેસ બનાવવામાં ભ્રષ્ટાચારની શંકા જાગી છે કારણકે એક વંદેભારત ટ્રેન બનાવવા પાછળનો ખરેખર ખર્ચ 104.35 કરોડ રૂપિયા થાય છે. આટલા બજેટમાં તો શતાબ્દી એક્સપ્રેસ મોડેલનાં 1000 કોચ બનાવી શક્યા હોત.

ADVERTISEMENT

  • RTI એક્ટિવિસ્ટે વંદેભારત એક્સપ્રેસને લઈને કરી RTI
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બનાવવા પાછળનાં ખર્ચની માહિતી મેળવી
  • માહિતી બાદ વંદેભારત એક્સપ્રેસ બનાવવામાં ભ્રષ્ટાચારની શંકા જાગી છે

ગાંધીનગર : ઇન્ડિયન રેલ્વે દ્વારા સંચાલિત વંદેભારત ટ્રેન વર્ષ 2019 થી કાર્યરત છે.સામાન્ય રીતે એક વંદેભારત એક્સપ્રેસમાં 16 જેટલા કોચ હોય છે.વંદેભારત ટ્રેન તેની સ્પીડ અને સુવિધાઓથી લોક ચાહક થઈ ગઈ છે. હાલ 25 જેટલી વંદે ભારત ટ્રેન લોકોની સેવામાં છે. આ આંકડો 07.07.2023 ના રોજ શરૂ કરેલ જોધપુર - સાબરમતી 12461/12462 વંદે ભારત ટ્રેન સુધીનો છે. તમામ વંદેભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે. દરેક વંદેભારત ટ્રેન અપ અને ડાઉન મુસાફરી કરે છે. 

RTI એક્ટિવિસ્ટની ઇન્કવાયરી
વંદેભારત ટ્રેન અંગે RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઇ દ્વારા આપવામાં આવેલ માહિતીમા આ તમામ જાણકારી મળી છે. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનના ૪૦૮ કોચ બનાવવા પાછળ કરેલ ખર્ચ રૂ. 2732.72 કરોડ છે. જો આ ખર્ચ શતાબ્દી એક્સપ્રેસના મોડેલમાં કર્યું હોત તો અંદાજે ૧૦૦૦ જેટલા કોચ બનાવી ચુક્યા હોત.

એક વંદે ભારત ટ્રેનનો ખર્ચ શું છે?
એક વંદે ભારત ટ્રેન બનાવવા પાછળનો ખરેખર ખર્ચ 104.35 કરોડ રૂપિયા છે. જેમાં 8 મોટોર કોચ, 2 ડ્રાઈવિંગ ટ્રેલર કોચ, 2 નોન ડ્રાઈવિંગ ટ્રેલર કોચ, 4 ટ્રેલર કોચ સહીત 16 જેટલા કોચ છે. એટલે કે એક કોચનો ખર્ચ ૬.૫૨ કરોડ છે. ઓગસ્ટ 2023 સુધી 408 જેટલા વંદેભારત કોચ બનાવી ચુકી છે, જેની કિંમત પેટે 2732.72 કરોડનો ખર્ચ થયેલ છે. અને ભારતીય રેલ્વે પાસેથી આ તમામ રકમ પણ ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી દ્વારા મેળવી ચુક્યા છે.

એક શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો ખર્ચ શું છે ?
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં પણ 21 અથવા 22 જેટલા કોચ હોય છે, વંદેભારત ટ્રેનના જેમ શતાબ્દી એક્સપ્રેસમાં પણ તમામ કોચો AC છે. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 3 પાવર કાર કોચ, 3 AC એક્ઝીક્યુટીવ ચેર કાર કોચ અને 16 એર કંડીશન કોચ સાથે ૨૨ જેટલા કોચ છે. જેનું નિર્માણ ખર્ચ રૂ. 47.45 કરોડ છે.   

વંદે ભારત ટ્રેન અંગે ભ્રષ્ટાચારનો આરોપ?

1.૧૬ કોચ વાળી એક વંદે ભારત ટ્રેનનું નિર્માણ ખર્ચ રૂ. 104.35 કરોડ છે જયારે ૧૬ કોચની ગણતરી કરીએ તો શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની નિર્માણ ખર્ચ રૂ. 44.02 કરોડ છે. 
2.વંદે ભારત ટ્રેનનું એક કોચનો નિર્માણ ખર્ચ રૂ.6.52 કરોડ છે ત્યારે શતાબ્દી એક્સપ્રેસનનો એક કોચ બનાવવાનો ખર્ચ ફક્ત રૂ. 2.75 કરોડ છે. 
3.વંદે ભારત ટ્રેનની વધુમાં વધુ અનુવદાનીય સ્પીડ 130 કીલોમીટર પર કલાક છે. અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની પણ વધુમાં વધુ અનુવદાનીય સ્પીડ 130 કીલોમીટર પર કલાક છે. 
4.વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચો એર કંડીશન કરેલ છે. 
5.વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બંને ઇલેક્ટ્રિક એન્જીનથી ચાલે છે.
6.બેસવાની ક્ષમતામાં પણ બંને ટ્રેન સમાન છે.

વધુ વાંચો: PM મોદી ગુજરાતનાં CM બન્યા પછી તેમની જ્ઞાતિને OBC કરાઇ? રાહુલ ગાંધીના આરોપ પર ભાજપે જુઓ શું કહ્યું

એટલી બધી બાબતો બંને ટ્રેન વચ્ચે સમાન હોય તો પછી વંદેભારત ટ્રેન બનાવવાનનો ખર્ચ શતાબ્દી એક્સપ્રેસ કરતા 237.16% વધુ કેમ છે ? એટલે કે એક કોચ વંદેભારત ટ્રેનમાં રૂ.6.52 કરોડમાં પડે છે ત્યારે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ ફક્ત રૂ. 2.75 કરોડ છે. આ તફાવત ખુબ જ મોટો છે. વંદેભારત ટ્રેનમાં એક કોચનો મોડીફીકેશન ખર્ચ શતાબ્દી એક્સપ્રેસના ત્રણ કોચ બનાવવાના ખર્ચ જેટલો છે.

સંકળાયેલા મુદ્દાઓ

RTI vande bharat express train આરટીઆઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન Vande Bharat RTI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ