બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Valentines Week Special romantic ways to propose partner on valentine day
ADVERTISEMENT
ફેબ્રુઆરી મહિનો કપલ્સ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે કપલ્સ પ્રેમનો ઈઝહાર કરે છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત થવામાં થોડા જ દિવસો બાકી રહ્યા છે.

ADVERTISEMENT
કપલ્સ માટે વેલેન્ટાઈન વીકનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે અને દરેક દિવસને ખાસ બનાવવા માટે અને પાર્ટનરને ઈપ્રેસ કરવા માટે લોકો કોઈ કસર નથી છોડવા માંગતા છતાં યુવતીઓ અમુક વખત પ્રપોઝ એક્સેપ્ટ નથી કરતી. જો તમે પણ મુંજવણમાં છો કે પાર્ટનરને કઈ રીતે પ્રપોઝ કરો તો આ રોમેન્ટિક ટિપ્સ તમારા કામમાં આવી શકે છે.
બીચ પર કરો પ્રપોઝ
જો તમે આ વેલેન્ટાઈનને યાદગાર બનાવવા માંગો છો તો તમે પોતાના પાર્ટનરને બીચ પર પ્રપોઝ કરી શકો છો. બીચના કિનારે તમે રોમેન્ટિક અંદાજમાં પાર્ટનરને પ્રપોઝ કરી શકો છો. જો તમે બીચ સુધી નથી જઈ શકતા તો પોતાના શહેરના કોઈ વોટર ફ્રંટ પર જઈને આ પ્લાન કરી શકો છો.
ADVERTISEMENT
.jpg)
મ્યુઝિકલ પ્રપોઝલ
મ્યુઝિક ખરાબ મૂડને પણ સારો કરી દે છે. એવામાં તમે પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવા માટે મ્યૂઝિકલ પ્રપોઝલ પ્લાન કરી શકો છો.
ADVERTISEMENT
પરિવારને કરો પ્રપોઝલમાં શામેલ
પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે પરિવાર અને મિત્રોની વચ્ચે પ્રપોઝ કરી શકો છો. યુવતીઓને આ પ્રકારના પ્રપોઝ ખૂબ જ પસંદ આવે છે.
.jpg)
ADVERTISEMENT
રોમેન્ટિક ડિનર પર કરો પ્રપોઝ
પાર્ટનરને પ્રપોઝ કરવા માટે તમે રોમેન્ટિક ડિનર પ્લાન કરી શકો છો. કેન્ડલ લાઈટ ડિનર તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવી શકે છે.
વધુ વાંચો: આવી રહ્યો છે પ્રેમનો સ્પેશિયલ મહિનો: કયા દિવસથી શરૂ થશે વેલેન્ટાઇન વીક, વિદેશી દિવસનો ઈતિહાસ પણ રોચક
ADVERTISEMENT
પહેલી ડેટ પર ગયા હતા તે રીતે કરો પ્રપોઝ
જો તમારૂ રિલેશનશિપ ખૂબ જ જુનુ છે અથવા તો પહેલી વખત તમે જે જગ્યા પર પોતાના પાર્ટનરને મળ્યા હતા ત્યાં પ્રપોઝ પ્લાન કરી શકો છો. તેનાથી તેમને ખૂબ જ સ્પેશિયલ ફીલ થશે અને સાથે જ પહેલી મુલાકાતની યાદ સંબંધને વધારે મજબૂત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.