બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Valentine week days: what is the history of valentines day 14 february
ADVERTISEMENT
ફેબ્રુઆરી મહિનો હવે શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનાની કપલ્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય છે કારણકે વેલેંટાઈન વીક આ મહિનાને રોમાંટિક બનાવે છે. ફેબ્રુઆરીને તો પ્રેમનો મહિનો પણ કહેવામાં આવે છે. વેલેંટાઈન ડે 14 ફેબ્રુઆરીનાં આવે છે પણ આ પહેલાં એક અઠવાડિયા સુધી વિવિધ DAYS સેલિબ્રેટ કરવામાં આવે છે.
વેલેંટાઈન્સ વિકમાં આવતાં દિવસો
7 ફેબ્રુઆરી - રોઝ ડે,
8 ફેબ્રુઆરી - પ્રપોઝ ડે
9 ફેબ્રુઆરી - ચોકલેટ ડે
10 ફેબ્રુઆરી - ટેડી ડે
11 ફેબ્રુઆરી - પ્રોમિસ ડે
12 ફેબ્રુઆરી - હગ ડે
13 ફેબ્રુઆરી - કિસ ડે
14 ફેબ્રુઆરી - વેલેન્ટાઇન ડે
ADVERTISEMENT
વેલેંટાઈન્સ ડેનો ઈતિહાસ
માનવામાં આવે છે કે વેલેન્ટાઈન્સ ડેની શરૂઆત પ્રાચીન રોમમાં થઈ હતી. જ્યારે 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી લુપર્કેલિયાનું સેલિબ્રેશન કરવામાં આવતું હતું. આ દિવસે પુરૂષો દ્વારા એક બકરી અને એક કૂતરાની બલી આપવામાં આવતી હતી અને પછી મહિલાઓને આ બલી આપેલા જાનવરોના ચામડામાંથી મારવામાં આવતી હતી. એવું માનવામાં આવતું હતું કે તેનાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા સારી થાય છે. આ મહોત્સવ વખતે મેચ-મેકિંગ લોટરી પણ કાઢવામાં આવતી હતી. પુરૂષ એક જારમાંથી મહિલાઓનું નામ કાઢતા હતા અને જેનું નામ જારમાંથી નિકળતુ તે મહિલાની સાથે કપલ બની જતા હતા. લુપર્કેલિયાના પર્વ ત્રીજી શતાબ્દી ઈસ્વીમાં વેલેન્ટાઈન ડેના રૂપમાં બદલાઈ ગયું.
વધુ વાંચો: ભારતનું એક એવું ગામ જ્યાં દેશનું બંધારણ નથી થતું લાગુ, કાયદા સાથે સંસદ પણ પોતાની, નિયમો ખૂબ જ કડક
ADVERTISEMENT
14 ફેબ્રુઆરીએ આપવામાં આવી ફાંસી
સમ્રાટ ક્લોડિયસ બીજાએ સંત વેલેન્ટાઈન્સને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. સંત વેલેન્ટાઈન્સ એક પાદરી હતા તેમણે ઈસાઈ કપલને લગ્નમાં મદદ કરી હતી. સમ્રાટ ક્લાડિયસ દ્વિતીય પુરૂષોના વિવાહના વિરૂદ્ધ હતા અને આદેશ આપ્યો હતો કે સંત વેલેન્ટાઈનનું માથુ કલમ કરી દેવામાં આવે. તેમને 14 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી. એવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે સંત વેલેન્ટાઈન જેલમાં હતા. તેમણે જેલરની આંધળી દિકરીની દેખરેખ માટે તેને એક કાર્ડ પણ લખ્યું, જેના પર લખ્યું હતું, "ફોર યોર વેલેન્ટાઈન".
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.