ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / 'નથી સાંભળતો સિનિયરની વાત, વૈભવ સૂર્યવંશી પ્રોફેશનલ નહીં બની શકે', જીતેશ શર્માનો ખુલાસો

ક્રિકેટ / 'નથી સાંભળતો સિનિયરની વાત, વૈભવ સૂર્યવંશી પ્રોફેશનલ નહીં બની શકે', જીતેશ શર્માનો ખુલાસો

Published By: Nirav Kumar

Last Updated: 04:15 PM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની ગઈ સિઝનમાં 35 બોલમાં સદી ફટકારીને પોતાનું ટેલેન્ટ દુનિયાને બતાવનાર વૈભવ સૂર્યવંશી પર જીતેશ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેને કહ્યું કે, વૈભવ મેદાનની બહાર પ્રોફેશનલ નથી અને બની પણ નહીં શકે.

ADVERTISEMENT

ભારતીય સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્માએ કહ્યું છે કે વૈભવ સૂર્યવંશી છઠ્ઠા ગિયરમાં બેટિંગ કરે છે. તેની પાસે શાનદાર સ્કિલ છે. પરંતુ તેને  એમ પણ કહ્યું કે વૈભવ હજુ મેદાનની બહાર પ્રોફેશનલ નથી. જીતેશે કહ્યું કે, વૈભવ તેમની સલાહને અવગણીને રાત્રે આઈસ્ક્રીમ ખાવા માટે બહાર જતો હતો.

વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે તે ટુર્નામેન્ટમાં રમવા માટે સૌથી નાની ઉંમરનો પ્લેયર બન્યો હતો. તેને પોતાની પહેલી મેચના પહેલા બોલ પર શાર્દુલ ઠાકુરને સિક્સર ફટકારીને પોતાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેને  માત્ર 35 બોલમાં સદી ફટકારીને IPLમાં સોપો પાડી દીધો હતો. જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી ફાસ્ટ સદી હતી. IPL બાદ તે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને તાજેતરમાં અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 175 રન બનાવ્યા હતા ઇંગ્લેન્ડ સામે ટ્રોફી જીતાવી હતી.

ભારતીય વિકેટકીપર જીતેશ શર્માએ વૈભવ વિશે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેને  જણાવ્યું કે, તે મેદાનની બહાર ક્યારેય પ્રોફેશનલ બની શકશે નહીં. એશિયા કપમાં ભારત A ટીમનું નેતૃત્વ કરનાર જીતેશે તેની યુટ્યુબ ચેનલ પર સાઉથ આફ્રિકાના દિગ્ગજ પ્લેયર એબી ડી વિલિયર્સ સાથે વાત કરી હતી. જેમાં જીતેશે કહ્યું કે, "જો આપણે એક યુવાન ખેલાડી પર લાખો ડોલર ખર્ચવા પડે તો તે વૈભવ સૂર્યવંશી હશે. મને લાગે છે કે તે વિશ્વ ક્રિકેટમાં પ્રભુત્વ મેળવી શકે છે. તેની પાસે છઠ્ઠો ગિયર છે અને ખૂબ જ સારી સ્કિલ છે."

vtv app promotion

ડી વિલિયર્સે કહ્યું, "તે (વૈભવ) એક શાનદાર પ્લેયર છે. મેં તેને અંડર-19માં જોયો છે. જ્યારે તમને IPL અને મોટા ક્રિકેટનો સ્વાદ મળે છે અને તેમ છતાં પણ તે જ લેવલે પ્રદર્શન કરો છો તો તે સરળ નથી હોતું. જે રીતે તે વર્લ્ડ કપમાં રમ્યો તેનાથી હું ઇમ્પ્રેશ થયો હતો.  હું તેના ગેમ પ્લાન વિષે વાત કરી રહ્યો છું તે  ગેમ પ્લાન પર ટકીને રમે છે. તે IPLમાં જે રીતે રમ્યો તે જ રીતે વર્લ્ડ કપમાં રમ્યો. તેને કંઈ અલગ બનવાનો પ્રયાસ કર્યો નહીં. તેને બોલરો સામે ઘમંડ દર્શાવ્યો નહીં."

વધુ વાંચો : IPL 2026માં કેટલી મેચ રમાશે? એક ક્લિકમાં જાણો સંપૂર્ણ શેડ્યૂલ

એવામાં જિતેશે કહ્યું, "તે (વૈભવ) પ્રોફેશનલ નથી. હું તમને એ કહી શકું છું.  દરેક વ્યક્તિ તેને પ્રોફેશનલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ મને નથી લાગતું કે તે ક્યારેય પ્રોફેશનલ બનશે. બની શકે કે તે મેદાનમાં પર પ્રોફેશનલ બની જાય પણ મેદાનની બહાર નહીં. હું તેને રાત્રે આઈસ્ક્રીમ નહી ખાવાનું કહું છું પણ તે ક્યારેય સાંભળતો નથી."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

De Villiers Jitesh Sharma Vaibhav Suryavanshi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ