ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:19 PM, 23 March 2026
ADVERTISEMENT
આઈપીએલની નવી સીઝન શરૂ થવામાં હવે એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય બાકી છે છતાં અત્યાર સુધી આખુ શેડ્યૂલ જાહેર થયું નથી. BCCI એ થોડા દિવસ પહેલા માત્ર 28 માર્ચથી 12 એપ્રિલ સુધીના 20 મેચનો શેડ્યૂલ જાહેર કર્યુ હતું.ત્યારથી બાકી મેચોની તારીખો જાણવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સાથે જ એક પ્રશ્ન પણ ઉભો થયો હતો કે આ વખતે કુલ કેટલી મેચ રમાશે. શું પહેલા જેવી 74 મેચ જ રહેશે કે તેમાં વધારો થશે? હવે એક રિપોર્ટ મુજબ સ્પષ્ટ થયું છે કે આ વખતે પણ કુલ 74 મેચ જ રમાશે. બાકીના 54 મેચોના શેડ્યૂલની જાહેરાત નવો સીઝન શરૂ થાય તે પહેલા જ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
છેલ્લા થોડા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે BCCI આ વખતે મેચોની સંખ્યા વધારીને 80 કરી શકે છે પરંતુ રિપોર્ટ મુજબ એવું નથી. આપીએલ 2026માં હજુ 54 મેચના શેડ્યૂલની જાહેરાત બાકી છે અને શક્ય છે કે 26 માર્ચ સુધીમાં તેનો ખુલાસો થઈ શકે. બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝીઓને જણાવ્યું છે કે શેડ્યૂલ હજુ ફાઇનલ નથી થયું પરંતુ તેને તૈયાર થવામાં 3-4 દિવસ લાગી શકે છે.
ADVERTISEMENT
BCCI એ વિધાનસભા ચૂંટણીની તારીખોની રાહ જોઈને માત્ર શરૂઆતની 20 મેચનું શેડ્યુલ જ બહાર પાડ્યું હતું. હવે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જેમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામમાં IPLની મેચ રમાવાની છે. જેના કારણે જ્યારે આ રાજ્યોમાં મતદાન થશે તે દિવસોમાં ચેન્નાઈ (23 એપ્રિલ), કોલકાતા (23 અને 29 એપ્રિલ) અને ગ્વાહાટી (9 એપ્રિલ) માં મેચનું આયોજન નહીં કરવામાં આવે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 માર્ચ સુધી મતદાન પૂરુ થઈ જશે અને 4 મેના રોજ મતગણના થશે. તેથી આ તારીખોમાં આ રાજ્યોમાં કોઈપણ IPL મેચ નહીં રમાશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ શું IPL 2026 બાદ સંન્યાસ લેશે મહેન્દ્ર સિંહ ધોની? THALAએ આપ્યો આ જવાબ
ADVERTISEMENT
આવતા શેડ્યુલમાં એક ખાસ વાત ધ્યાન રાખવાની રહેશે કે રાજસ્થાન રોયલ્સ તેમના હોમ મેચ ક્યાં રમશે. શરૂઆતના શેડ્યુલમાં રાજસ્થાનના ત્રણ હોમ મેચ આસામના ગ્વાહાટી ખાતે રમાવાના છે. પરંતુ બાકી ચાર મેચ પણ ત્યાં રમાશે કે ટીમને પોતાના શહેર જયપુરમાં રમવાનો મોકો મળશે અથવા કોઈ બીજા સ્ટેડિયમમાં ટીમનો બેઝ બનાવાશે તે જોવા જેવી વાત છે. ટૂર્નામેન્ટની વાત કરીએ તો, તે 28 માર્ચથી શરૂ થશે અને ફાઇનલ 31 મેના રોજ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ