ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / મ્યાનમારમાં ફસાયાં 10 ગુજરાતી યુવકો, મોઢે માસ્ક, ચહેરા પર ચિંતા, વીડિયો કર્યો વાયરલ

અપીલ / મ્યાનમારમાં ફસાયાં 10 ગુજરાતી યુવકો, મોઢે માસ્ક, ચહેરા પર ચિંતા, વીડિયો કર્યો વાયરલ

Published By: Mit Soni

Last Updated: 05:43 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના એક યુવકોને વિદેશ જવાની ગેલછામાં ફસાવાનો વારો આવ્યો છે. આ યુવકોને વિદેશ જવું ભારે પડ્યું છે. સાવલીના 20થી વધુ લોકો મ્યાનમારમાં ફસાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાંઢાસાલનો ગુંજન શાહ નામનો યુવક મ્યાનમારમાં ફસાયો હોવાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

વડોદરામાંથી નોકરીની લાલચે મ્યાનમાર ગયેલા 100થી વધુ લોકો ત્યાં ફસાઈ ગયા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. છેલ્લા 20 દિવસથી વધુ સમયથી અનેક યુવકો મ્યાનમારમાં અટવાયેલા છે. ત્યાં અત્યારે તે શું કરી રહ્યા છે. અને કઈ હાલતમાં છે તેની પણ પરિવારને જાણકારી ન હોવાનું સામે આવ્યું છે.

vtv app promotion

મળતી વિગતો મુજબ વડોદરા જિલ્લાના સાવલી સહિત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોના લગભગ 10 લોકોને સારી નોકરી આપવાનું કહી મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ યુવકોને વિદેશમાં સારી આવક અને સુખાકારીના સપના બતાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને ગેરકાયદે કામ કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો: VIDEO : બાંગ્લાદેશમાં આવતાં જ મોટું એલાન કર્યું ખાલિદા જિયાના પુત્રે, લાખો લોકો ઓળઘોળ

પરિવારે સરકારને કરી અપિલ

સાવલી તાલુકાના સાંઢાસાલ ગામનો એક યુવક પણ ફસાયો હોવાનું સામે આવ્યું છે. સાથે જ સાંઢાસાલના ગુંજન શાહ પણ મ્યાનમારમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ગુંજન શાહના પિતાએ સરકારને અપીલ કરતા જણાવ્યું છે કે તેમના દીકરા સહિત તમામ યુવકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા સરકાર તાત્કાલિક પગલાં ભરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Youth Trapped in Myanmar Indians Stranded in Myanmar Myanmar Job Scam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ