ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં બાળકની કિલકારીઓ ગૂંજે તે પહેલા ગર્ભવતી પત્નીનું મર્ડર, પતિએ ફટકારી કોસ

ખુશી બની માતમ / વડોદરામાં બાળકની કિલકારીઓ ગૂંજે તે પહેલા ગર્ભવતી પત્નીનું મર્ડર, પતિએ ફટકારી કોસ

Last Updated: 08:15 PM, 1 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ડેસરના એક ગામમાં પતિના હાથે ગર્ભવતી પત્નીની હત્યાનો મામલો સામે આવ્યો છે.

ADVERTISEMENT

પત્ની ગર્ભવતી હોય ત્યારે પતિને કેટલો આનંદ થાય ! થાય જ ને કારણ કે ઘરમાં એક નાના મહેમાનનું આગમન થવાનું છે અને ખુશીનો આ પ્રસંગે બધાને તરબતર કરી મૂકતો હોય છે પરંતુ ગુજરાતમાં એક નરાધમ પતિએ ઘરમાં કિલકારીઓ ગૂંજે તે પહેલાં જ ગર્ભવતી પત્નીની હત્યા કરી નાખી, માતમનો માહોલ કરી મૂક્યો.

જુના શિહોરા ગામમાં કોસ મારીને ગર્ભવતી પત્નીની હત્યા

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જુના શિહોરા ગામમાં પતિએ પ્રેગ્નન્ટ પત્નીની કોસ મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. ડેસર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક કિંજલના પિતાએ શું કહ્યું

મૃતક કિંજલના પિતા વિક્રમસિંહ કાળુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગઇકાલ 30 જુલાઇના રોજ હું પરવારીને સુઈ ગયો હતો. આ દરમિયાન રાત્રે 10 વાગ્યા આસપાસ મારા મોબાઇલ ઉપર જૂના શિહોરા ગામેથી મારા ફોઇના દીકરા ગોપાલભાઇ નરવતભાઇ પરમારે મારા મોબાઇલ ઉપર ફોન કરી જાણ કરી હતી કે,તમારી દીકરી કિંજલને તેના ઘરવાળા વનરાજસિંહ નરવતસિંહ પરમારે ઝગડો કરી મારી નાખી છે. જેથી જલ્દી તમારી દીકરી કિંજલના ઘરે આવો તેવી વાત કરી હતી. મૃતકના પિતાએ આગળ કહ્યું કે, જેથી હું મારી પત્ની કાંતા અને મારો છોકરો વિપુલ મારી દીકરી કિંજલના ઘરે ગયા હતા. જ્યાં જઈને અમે જોયું તો તેમના ઘરની સામે આજુબાજુના માણસો ભેગા થઇ ગયા હતા. જેથી અમે મકાનની અંદર જઇ જોતા મારી દીકરી કિંજલ લોહીલુહાણ હાલતમાં મકાનના રસોડામાં પડેલી હતી અને તેનું માથુ છુંદાઇ ગયેલુ હતું. જ્યારે આજુબાજુમાં લોહી પડેલું હતું અને તેની બાજુમાં એક લોખંડની કોસ પડેલી હતી.

વધુ વાંચો : વડોદરાની ઇન્શ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતા દોડધામ, 6 કર્મચારીઓ દાઝ્યાં, કરાયા હોસ્પિટલાઇઝ

પતિએ બૂમો પાડીને કહ્યું કે ઝગડો થતા પત્નીને મારી નાખી

વનરાજસિંહ પરમાર બુમો પાડીને કહેતો હતો કે, મારી પત્ની સાથે મારે ઝગડો થતા મેં મારી પત્નીને માથામાં કોસ મારતા તે મરી ગઇ છે. મારી દીકરીના આજથી 6 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્ન થયા બાદ એકાદ વર્ષ વર્ષ પછી મારી દીકરી કિંજલબેન સાથે અવાર નવાર નાની-નાની વાતોમાં ઝગડા કરતો હતો. રી દીકરી આજથી એકાદ મહિના પહેલા અમારા ઘરે આવી હતી, તે વખતે મારી દીકરી અમારા ઘરના સભ્યોને કહેતી હતી કે, મારો પતિ વનરાજસિંહ મારી સાથે અવાર નવાર ઝગડાં કરતો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara wife murder Vadodara husband killed wife
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ