ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની ઇન્શ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતા દોડધામ, 6 કર્મચારીઓ દાઝ્યાં, કરાયા હોસ્પિટલાઇઝ

તપાસ / વડોદરાની ઇન્શ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતા દોડધામ, 6 કર્મચારીઓ દાઝ્યાં, કરાયા હોસ્પિટલાઇઝ

Last Updated: 12:47 PM, 29 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ઈન્શ્યોરન્સની ઓફીસમાં એસીમાં બ્લાસ્ટ થતા કર્મચારીઓને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ADVERTISEMENT

વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ પર મલ્હાર પોઈન્ટ પાસે શ્રી રામ ફાઈનાન્સ ઈન્શ્યોરન્સની ઓફીસમાં લગાવેલ એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ત્યારે અચાનક બનેલ આ ઘટનામાં 6 કર્મચારીઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તમામ કર્મચારીઓને ઈમરજન્સી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

6 કર્મચારીઓ આગની ઘટનામાં દાઝ્યા

કોમ્પ્લેક્ષમાં ઈન્શ્યોરન્સની ઓફીસમાં લાગેલ એસીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ આગનો બનાવ બન્યો હતો. ત્યારે અચાનક જ બ્લાસ્ટ થતા ઓફીસનાં કર્મચારીઓમાં દોડાદોડ થઈ જવા પામી હતી. તેમજ કોમ્પ્લેક્ષમાં આવેલ ઓફીસોમાં પણ લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ ફાયર ફાઈટ તેમજ પોલીસ ઘટનાં સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

વધુ વાંચોઃ એમ્બ્યુલન્સ અટવાઇ, રસ્તાઓ બંધ, ખેતરો ડૂબ્યાં, જુઓ છેલ્લા 24 કલાકમાં મેઘમહેરથી ગુજરાતમાં ક્યાં કેવી સ્થિતિ

ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા

શ્રી રામ ફાઈનાન્સ ઈન્શ્યોરન્સની ઓફીસનાં એસીમાં બ્લાસ્ટ થતા 6 કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Employees Injured AC Blast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ