બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એમ્બ્યુલન્સ અટવાઇ, રસ્તાઓ બંધ, ખેતરો ડૂબ્યાં, જુઓ છેલ્લા 24 કલાકમાં મેઘમહેરથી ગુજરાતમાં ક્યાં કેવી સ્થિતિ

photo-story

10 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / એમ્બ્યુલન્સ અટવાઇ, રસ્તાઓ બંધ, ખેતરો ડૂબ્યાં, જુઓ છેલ્લા 24 કલાકમાં મેઘમહેરથી ગુજરાતમાં ક્યાં કેવી સ્થિતિ

Last Updated: 12:15 PM, 29 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે સવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યનાં 162 તાલુકામાં મેઘમહેર થવા પામી હતી. સૌથી વધુ વરસાદ પ્રાંતિજમાં નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ બાયડમાં નોંધાયો હતો.

1/10

photoStories-logo

1. સવારે 8થી 10 વાગ્યા વચ્ચે 132 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી 132 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સવારથી 8 થી 10 કલાક વચ્ચે સૌથી વધુ પ્રાંતિજમાં સવા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. માણસામાં 3, તલોદમાં પોણા 3 ઈંચ, હિંમતનગરમાં અઢી ઈંચ, જોટાણામાં પોણા 2 ઈંચ, મોડાસામાં દોઢ, વિજાપુરમાં સવા ઈંચ, મેઘરજ તેમજ વિસનગરમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. પ્રાંતિજમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ

આજે સવારથી રાજ્યનાં 162 તાલુકામાં વરસાદ પડ્યો હતો. પ્રાંતિજમાં સૌથી વધુ 5 ઈંચ, લુણાવાડામાં 4 ઈંચ, મોડાસા, તલોદમાં 3.5 ઈંચ, હિંમતનગર, મેઘરજમાં 3 ઈંચ, મહેસાણામાં 2.5 ઈંચ, ખાનપુર, જોટાણામાં સવા 2 ઈંચ, બાયડમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો. હજુ પણ રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. એસ.જી હાઇવેના સર્વિસ રોડમાં પાણી ભરાયા

અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે એસ.જી. હાઈવેનાં સર્વિસ રોડમાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં જ બે ફૂટ જેટલા પાણી ભરાયા હત. એસ.જી.હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. પાણી ભરાઈ જતા 4 જેટલી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ

અમદાવાદમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સરસપુર જવાનાં રસ્તે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તા પર જળભરાવને લઈ વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. વાહનો પાણીમાં બંધ થતા 4 જેટલી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ હતી. સ્થાનિકો દ્વારા ભારે ટ્રાફિકજામ વચ્ચેથી એમ્બ્યુલન્સને બહાર કાઢવાનાં પ્રયાસ કરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા

સાબરકાંઠામાં ભારે વરસાદ પડ્યો. વરસાદના પગલે નાની મોટી નદી નાળાઓ છલકાયા. ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા.હાઇવે સહિત રોડ પર જાણે નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સર્જાયા. આ સાથે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. એસટી બસ પાણીમાં ડૂબી

સાબરકાંઠામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે હમીરગઢનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. ગરનાળામાં પાણી વચ્ચેથી પસાર થતાં ST બસ પાણીમાં ડૂબી. બસમાં પાણી ભરાતા ST બસના ડ્રાઇવર, કંડક્ટર બસ પર ચઢ્યા. જો કે સ્થાનિકોએ ડ્રાઇવર-કંડક્ટરને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. વાઘા કોતરોમાં પાણી ભરાયા

અરવલ્લી જીલ્લામાં માલપુરનાં અમીયોર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વાઘા કોતરોમાં પાણી ભરાયા હતા. ગ્રામીણ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો

અરવલ્લીનાં મોડાસામાં ધોધમાર વરસાદને પગલે અમૃતપુરાકંપામાં ધોધમાર વરસાદ જશભરાવ થયો હતો. ગામમાં 3 ઈંચથ વધુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. સવારના બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

મહેસાણા જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. મહેસાણા શહેરમાં સવારનાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરમાં માનવ આશ્રમ ચોકડી, વિસનગર રોડ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. અંદાજિત 7 જેટલા લોકોનો આબાદ બચાવ

મહીસાગરમાં ધોધમાર વરસાદનાં કારણે મકાનની દીવાલ પડી જવા પામી હતી. નવી ગોધર ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થવા પામી હતી. મકાનની દિવાલ ધરાશાયી થતાં પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો. મકાનની અંદર રહેતા અંદાજિત 7 જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana Rain Gujarat Rain Himmatnagar Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ