બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara boat accident case reaches Supreme Court
Last Updated: 04:45 PM, 20 January 2024
ADVERTISEMENT
વડોદરા બોટ દુર્ઘટનામાં બે મહિલા શિક્ષકો તેમજ બાળકો સહિત કુલ 17 લોકોનાં મોત નિપજ્યા છે. જે બાદ પોલીસ દ્વારા 18 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. મૃતકોને ચૂકવવામાં આવેલા વળતર સહિતના મુદ્દા PIL માં ઉલ્લેખ કરાયો છે. તેમજ શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ અહેમદ પટેલના પુત્રી મુમતાઝે છોટુ વસાવા સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું, આપી સમર્થનની ખાતરી
અધિકારીઓને સસ્પેન્ડ કરી કાયદાકીય પગલા લેવા અરજીમાં રજૂઆત
VMC કમિશનર, વડોદરા કલેક્ટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમજ કોની મંજૂરીથી જરૂરી પરવાનગીઓ આપવામાં આવી તે દિશામાં તપાસની માંગ કરવામાં આવી છે. કલેક્ટર, કોર્પોરેશન દ્વારા ક્યારેયર પણ નિરીક્ષણ ન કરાયું હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો છે. બોટ જર્જરીત હાલમાં હોવા છતાં કોની મંજૂરીથી ચાલી રહી હતી. તે અંગે પણ સવાલ ઉઠ્યા છે. તેમજ અધિકારીને સસ્પેન્ડ કરી કાયદાકીય રીતે પગલા લેવા અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ વિશેષ તપાસની માંગ કરવામાં આવી છે. તેમજ પ્રકારની દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.