બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આર્મીમાં ફરજ બજાવતા જવાનના પુત્રની હત્યા પર દેશભરમાં રોષ, રાહુલ ગાંધીનો ભાજપ પર હુમલો

ઉત્તરાખંડ / આર્મીમાં ફરજ બજાવતા જવાનના પુત્રની હત્યા પર દેશભરમાં રોષ, રાહુલ ગાંધીનો ભાજપ પર હુમલો

Ajitsinh Jadeja

Last Updated: 05:41 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarakhand News : ઉત્તરાખંડના દેહરાદૂનમાં ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યાના મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

Uttarakhand News : ઉત્તરાખંડના દેહરાદૂનમાં ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યાના મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ આ ઘટનાને 'હેટ ક્રાઈમ' ગણાવી ચિંતા વ્યક્ત કરી હતી.

ગત 9 ડિસેમ્બરના દેહરાદૂનના સેલાકુઈ બજારમાં ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના વતની એન્જલ ચકમા અને તેના ભાઈ માઈકલનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ ચપ્પુ અને પીતળના નકલથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા એન્જલનું 26 ડિસેમ્બરના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એન્જલના પિતા તરુણ ચકમા જેઓ બીએસએસમાં ફરજ બજાવે છે, તેમણે આક્ષેપ કર્યો છે કે હુમલાખોરોએ તેમના પુત્રને 'ચાઇનીઝ મોમો' કહીને નસ્લીય ગાળો આપી હતી. જ્યારે એન્જલે પોતે ભારતીય હોવાનું કહી વિરોધ કર્યો, ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં બે સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી યજ્ઞરાજ અવસ્થી (નેપાળી મૂળનો) હજુ પણ ફરાર છે.

vtv app promotion

દેહરાદૂનમાં ત્રિપુરાના બે ભાઈઓ પર થયેલા વંશીય હુમલાને લઈને રાજકારણ વધુ ગરમાયું છે, જેમાં એકનું મોત થયું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેને "હેટ ક્રાઇમ" ગણાવ્યો અને ભાજપ નેતૃત્વ પર નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો. આ ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે.

આ પણ વાંચોઃ કુલદીપ સેંગરને જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે

સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે એન્જલ ચકમા અને તેમના ભાઈ માઈકલ સાથે જે બન્યું તે અચાનક બન્યું ન હતું. તેમણે કહ્યું કે નફરત રાતોરાત પેદા થતી નથી, પરંતુ વર્ષો સુધી જેરીલા કંટેંટ અને ગેર જીમ્મેદાર બયાનબાજીથી ખાસકરીને યુવાનોના મગજમાં ભરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પ્રેમ, સમ્માન અને વિવિધતાનો દેશ છે, ડર અને ગાળા ગાળી કરવાનો નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Dehradun News Uttarakhand News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ