ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું જૂનમાં જ આવી જશે PM કિસાનનો 20મો હપ્તો? કે પછી...! મેળવો લેટેસ્ટ અપડેટ
Last Updated: 01:41 PM, 6 May 2025
ADVERTISEMENT
જે લોકો ખેડૂત છે તેમના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેમાં નાણાકીય મદદ પૂરી પાડવાથી લઈને સસ્તા વ્યાજ દરે લોન આપવા સુધીની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. તેમાની એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો લાભ ફક્ત પાત્ર ખેડૂતોને જ આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2,000 રૂપિયા આપવામાં આવે છે. હવે આ યોજનાનો 20મો હપ્તો બહાર પાડવામાં આવશે, પરંતુ આ હપ્તો ક્યારે આવશે? શું આ હપ્તો જૂનમાં આવશે કે તે પહેલાં કે જૂન બાદ? તો ચાલો જાણીએ કે ખેડૂતોને 20મા હપ્તાનો લાભ ક્યારે મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો આપણે ફેબ્રુઆરી 2025 થી ચાર મહિનાના સમયગાળા પર નજર કરીએ તો તે જૂન 2025માં પૂર્ણ થશે. આથી એવું માનવામાં આવે છે કે 20મો હપ્તો જૂન મહિનામાં આપવામાં આવી શકે છે અને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલી શકાય છે. પરંતુ ખેડૂતો દ્વારા સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
જ્યારે એવી ચર્ચા છે કે 20મો હપ્તો જૂન મહિનામાં આપવામાં આવી શકે છે, ત્યારે આ પહેલા પણ પીએમ કિસાન યોજના હેઠળનો હપ્તો જૂન મહિનામાં આપવામાં આવી ચૂક્યો છે. ગયા વર્ષે 17મો હપ્તો 18 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા મળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ