બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે વાહન ચલાવતી વખતે આ ભૂલ કરશો, તો ડ્રાઇવિંગ લાયસન્સ થશે સસ્પેન્ડ
Last Updated: 08:06 PM, 5 May 2025
ADVERTISEMENT
દેશમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે. ટ્રાફિક નિયમો કડક બનાવવા અને ટ્રાફિક ચલણની રકમ વધારવા સહિતના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. પરંતુ હવે સરકાર માર્ગ સલામતી વધારવા અને ટ્રાફિક ઉલ્લંઘનને રોકવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH) ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) માટે નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પહેલમાં ડ્રાઇવરોને ઝડપથી વાહન ચલાવવા, સિગ્નલ તોડવા અને બેદરકારીથી વાહન ચલાવવા જેવા ગુનાઓ માટે તેમના લાઇસન્સમાં નેગેટિવ પોઇન્ટ આપીને દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
નેગેટિવ પોઈન્ટ સિસ્ટમ કોઈપણ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગની જેમ કામ કરશે. મતલબ કે ડ્રાઇવર નિર્ધારિત સમય મર્યાદામાં જેટલા વધુ ટ્રાફિક નિયમો તોડશે તો તેના ડ્રાઇવિંગ લાયસન્સમાં તેટલા જ વધુ નેગેટિવ માર્ક નોંધાશે. જ્યારે આ નેગેટિવ પોઇન્ટ નિર્ધારિત બિંદુઓ કરતાં વધી જાય ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રસ્તાવિત ડિમેરિટ અને મેરિટ સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વાહનચાલકોને નેગેટિવ પોઈન્ટ આપવામાં આવશે. જ્યારે સારી ડ્રાઇવિંગ માટે પોઝિટિવ પોઇન્ટ પણ આપી શકાય છે. વર્ષ 2011 માં એક નિષ્ણાત સમિતિએ ભલામણ કરી હતી કે જો કોઈ ડ્રાઇવર 3 વર્ષમાં તેના ડ્રાઇવિંગ લાયસન્સમાં 12 નેગેટિવ પોઈન્ટ ભેગા કરે છે તો તેનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવું જોઈએ, અને વારંવાર ઉલ્લંઘન કરનારાઓને 5 વર્ષ સુધી સસ્પેન્ડ કરવું જોઈએ.
પરંતુ નવી પોઈન્ટ સિસ્ટમ માટે ચોક્કસ થ્રેશોલ્ડ હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ નવા નિયમ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જેમાં નવી નેગેટિવ માર્કિંગ સિસ્ટમને સચોટ રીતે કેવી રીતે લાગુ કરવી તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. મંત્રાલય ભવિષ્યમાં મોટર વાહન કાયદામાં સુધારામાં આ નવા નિયમનો સમાવેશ કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ નવી સિસ્ટમની સીધી અસર ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યૂઅલ પર પણ પડશે. ટ્રાફિક ઉલ્લંઘનનો ઇતિહાસ ધરાવતા ડ્રાઇવરોએ તેમના લાઇસન્સ રિન્યૂ કરતી વખતે ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવુ પડશે. વારંવાર ટ્રાફિક નિયમો તોડનારા ડ્રાઇવરોના ડ્રાઇવિંગ લાયસન્સ પર એકઠા થયેલા પોઇન્ટ પુષ્ટિ કરશે કે તેમનું ડ્રાઇવિંગ સારું નથી. આ કિસ્સામાં તેમને લાઇસન્સ ફરીથી ઈશ્યૂ કરતા પહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે. આ સિવાય મંત્રાલય ઓછી ગતિવાળા ઇલેક્ટ્રિક વાહનો (1,500 વોટ અને 25 કિમી પ્રતિ કલાકથી ઓછી ગતિ) ચલાવવા માટે લર્નિંગ લાઇસન્સ રજૂ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT