બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SBI માં વેકેન્સી પડી છે, એ પણ લાખોના પેકેજવાળી! બસ જોઇશે આ લાયકાત

તમારા કામનું / SBI માં વેકેન્સી પડી છે, એ પણ લાખોના પેકેજવાળી! બસ જોઇશે આ લાયકાત

Published By: Priyankka Triveddi

Last Updated: 03:43 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI Recruitment 2026: સરકારી બેન્કમાં નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે SBIમાં વેકેન્સી પડી છે. જો તમે પણ આ માટે એપ્લાય કરવા માંગતા હોવ તો જાણી લો આ પોસ્ટને લગતી તમામ વિગતો..,

SBI Recruitment 2026: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (SCO) ની પોસ્ટ માટે અરજી બહાર પાડી છે. જે ઉમેદવારો સરકારી બેન્કમાં નોકરી કરવા માંગતા હોય તેમના માટે આ એક ઉત્તમ તક છે. કુલ 12 જગ્યા માટે SBI લાયક ઉમેદવારો પાસેથી અરજી માંગવી રહી છે. આ ભરતીને લગતી તમામ માહિતી આ મુજબ છે.

સરકારી બેંકમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક સામે આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) કેટેગરી હેઠળ વિવિધ ઉચ્ચ સ્તરીય પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 12 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ભરતીની મુખ્ય માહિતી

  • સંસ્થા: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
  • પોસ્ટ: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (વિવિધ પદો)
  • કુલ જગ્યાઓ: 12
  • અરજી પ્રક્રિયા: ઓનલાઈન
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 5 ફેબ્રુઆરી 2026
  • સત્તાવાર વેબસાઇટ:recruitment.sbi.bank.in

SBI ભરતી 2026: પદવાર ખાલી જગ્યાઓ

  • વાઈસ પ્રેસિડેન્ટ (UX) :1
  • ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ (UX) :1
  • આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ (UX) : 1
  • સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (UI & UX) :3
  • ડેપ્યુટી મેનેજર (UI & UX) : 6

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

વાઈસ પ્રેસિડેન્ટ સહિતના ઉચ્ચ પદો માટે ઉમેદવાર પાસે ડિઝાઇન, B.Tech, B.E., MCA, M.Tech અથવા M.Scs. જેવી સંબંધિત ડિગ્રી ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે હોવી જરૂરી છે. સાથે જ UX ડિઝાઇન સંબંધિત માન્ય સંસ્થાઓમાંથી પ્રમાણપત્ર આવશ્યક છે.

આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે જરૂરી અનુભવ જોવો જરૂરી છે જેમાં અલગ અલગ પોસ્ટ માટે અનુભવ આ મુજબ માંગવામાં આવ્યો છે.

  • વાઈસ પ્રેસિડેન્ટ માટે 15 વર્ષ
  • ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ માટે 12 વર્ષ
  • આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ માટે 8 વર્ષ
  • સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે 5 વર્ષ
  • અને ડેપ્યુટી મેનેજર માટે 4 વર્ષનો સંબંધિત ક્ષેત્રનો અનુભવ જરૂરી છે.

વિગતવાર પાત્રતા માહિતી માટે ઉમેદવારોને સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.

વય મર્યાદા

SBI ભરતી 2026માં દરેક પદ માટે અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોની ઉંમર 31 ડિસેમ્બર 2026ના આધારે ગણાશે.

  • લઘુત્તમ વય: 25 વર્ષ
  • મહત્તમ વય: 50 વર્ષ

આ પણ વાંચો: ફટાફટ તમારા કામકાજ પતાવી દેજો, સતત 4 દિવસ બેંકો બંધ રહેવાની છે, જાણો કેમ

vtv app promotion

પગાર ધોરણ

કરાર આધારિત ઉચ્ચ પદો માટે વાર્ષિક પેકેજ ₹40 લાખથી ₹80 લાખ સુધી રહેશે. જ્યારે ડેપ્યુટી મેનેજર પદ માટે માસિક પગાર ₹64,820 થી ₹93,960 સુધી નક્કી કરવામાં આવ્યો છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી ફી

  • જનરલ / EWS / OBC ઉમેદવારો માટે: ₹750
  • SC / ST / PwBD ઉમેદવારો માટે: કોઈ ફી નહીં

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SBI Recruitment 2026

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ