બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / ફટાફટ તમારા કામકાજ પતાવી દેજો, સતત 4 દિવસ બેંકો બંધ રહેવાની છે, જાણો કેમ
Last Updated: 03:23 PM, 23 January 2026
Bank Strike January 2026 : આખા દેશમાં 27 જાન્યુઆરી 2026 ના રોજ બેન્કિંગ વ્યવસ્થા પર અસર પાડવાની સંભવના છે. તેનું કારણ છે કે લગભગ 8 લાખ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાના છે. બેન્કના કર્મચારીઓ 5 દિવસ કાર્ય સપ્તાહની માંગને લઈને આ આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં સરકારી, પ્રાઇવેટ, વિદેશી, ગ્રામીણ અને સહકારી આ તમામ બેન્કો ભાગ લેવાની છે.
ADVERTISEMENT
ખાસ જણાવી દઈએ કે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં ગ્રાહકોને બેન્કને લગતા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે કારણ કે બેન્ક કાલથી સતત 4 દિવસ બંધ રહેવાની છે. આવતીકાલ 24 જાન્યુઆરીના રોજ ચોથો શનિવાર છે જેના લીધે બેન્કના કામ બંધ રહેશે. તે પછી 25 જાન્યુઆરીના રોજ રવિવારની બેન્કમાં રજા રહેશે. ત્યારવાદ ત્રીજો દિવસ એટલે કે સોમવારના રોજ 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની બેન્કમાં રજા રહેશે અને ચોથા દિવસે મંગળવારે 27 જાન્યુઆરીએ બેન્કના કર્મચરીઓ હડતાળ પે છે જેના લીધે બેન્કની સેવાઓ પ્રભાવિત થશે. માટે જો તમારે બેન્કના કોઈ આ 4 દિવસમાં આ કામ હોય તો અત્યારે ને આજે જ પતાવી દેવાની સલાહ આપવમાં આવે છે.
ADVERTISEMENT
બેન્ક કર્મચારીઓની હડતાળની પાછળનું કારણ 5 દિવસ કામના દિવસની માંગ છે જેને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. ભારતીય બેન્ક સંઘની તરફથી આ પ્રસ્તાવ છેલ્લા 2 વર્ષથી સરકાર પાસે વિલંબિત છે. પરંતુ આના પર કોઈ છેલ્લો નિર્ણય હજુ સુધી આવ્યો નથી. યુનિયનના અનુસાર આ માંગ 7 ડિસેમ્બર 2023 ના રોજ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ અને ભારતીય બેન્ક સંઘ વચ્ચે થયેલા સમજણનો ભાગ હતો. જેને પછી 8 માર્ચ 2024ના સેટલમેન્ટ અને જોઇન્ટ નોટમાં પણ રિપીટ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્થાન અંતગર્ત સોમવારથી શુક્રવાર રોજ કામનો સમય 40 મિનિટ વધારીને તમામ શનિવારોના રોજ રાજા જાહેર કરવાની વાત કરવામાં આવી હતી. આ માંગ પૂરી ના થવાને કારણે બેન્ક યુનિયનોએ 27 જાન્યુઆરીના રોજ દેશભરમાં હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દેશભરમાં થનારી આ હડતાળ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે. જે બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓના 9 મુખ્ય સંગઠનનું સંયુક્ત મંચ છે. જેમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન, નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન, બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન નેશનલ બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન, ઈન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ, નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક ઓફિસર્સનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.