બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પ્રોપર્ટી વિવાદ, લગ્ન સમસ્યા..., જેવાં દરેક પ્રશ્નોનું સમાધાન હવે WhatsApp પર!
Last Updated: 03:05 PM, 5 January 2026
Nyaya Setu Chatbot: આમ તો દરેક માણસ એવું ઈચ્છતો હોય છે કે તે કોર્ટ કચેરીથી દૂર રહે પણ છતાંય ક્યારેક તો આપણને સૌને કાયદાકીય સહાયતાની જરૂર પડે જ છે. પછી તે મુદ્દો જમીન-જાયદાદનો હોય કે પારિવારિક મામલો હોય. અને આ બધા પ્રશ્નોના જવાબ માટે લોકોને કોર્ટ અને વકીલોના ચક્કર લગાવવા પડે છે. આમાંથી છુટકારો મળે એ માટે ભારત સરકારે નાગરિકોને અલગ અલગ કાયદાકીય સવાલોના જવાબો માટે એક ખાસ સુવિધા પૂરી પાડી છે. હવે કોઈપણ કાનૂનને લગતા જવાબ તમને આંગળીના ટેરવે WhatsApp પર જ મળી જશે. ભારત સરકારે સામાન્ય જનતાની રાહત માટે એક ન્યાય સેતુ (Nyaya Setu) AI Chatbot લોન્ચ કર્યું છે જે પ્રોપર્ટી, લગ્ન કે અન્ય કાનૂની મામલામાં સલાહ ઘર બેઠા મેળવવા માટે એક ડિજિટલ કનેક્શનની જેમ કામ કરશે.
ADVERTISEMENT
Legal help is now just a message away!
— Ministry of Law and Justice (@MLJ_GoI) January 1, 2026
Nyaya Setu brings 'Ease of Justice' directly to your WhatsApp. Simply verify your mobile number to access a unified interface for legal advice and information. This smart navigation ensures that professional legal assistance is always… pic.twitter.com/ZZBl6rgitA
ADVERTISEMENT
હકીકતમાં ન્યાય સેતુ Nyaya Setu AI Chatbot તમારા ફોનમાં દરેક કાયદાકીય જાણકારી તમને આપશે જે તમારે જોઈએ છીએ. એ કઈંક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તમને મફતમાં જ આ સેવા તમારા ફોનમાં મળશે. આ ચેટબોટ તમને જમીન જાયદાદથી સંલગ્ન કાગળિયા વિશે જાણકારી આપશે, લગ્નમાં વિવાદ કે પછી ભરણપોષણ અને કસ્ટડી જેવા મુદ્દા, ફ્રોડ કે ખરાબ સર્વિસ રિલેટેડ કોઈપણ ફરિયાદ કેવી રીતે કરવી તેની જાણકારી કે પછી FIR કેવી રીતે રજીસ્ટર કરવીથી માંડીને તમામ કાયદાકીય સહાયતા માટેની સંપૂર્ણ જાણકારી આપશે.

ADVERTISEMENT

ADVERTISEMENT
આ AI ચેટબોટને ઉપયોગ કરવા માટે તમારે WhatsApp પર 7217711814 નંબર પર મેસેજ કરવાનો રહેશે. આ Tele Law ના નામથી નંબર બતાવશે. તમારો મોબાઈલ નંબર વેરીફાય થયા પછી તમને ચેટબોટનું એક્સેસ મળશે જે AI ટેકનોલોજીથી ચાલે છે. આ સુવિધા સંપૂર્ણ રીતે મફત છે. આ સર્વિસ સરળ પ્રશ્નોના જવાબ માટે AI નો ઉપયોગ કરે છે અને શરૂઆતની સલાહ મફતમાં આપ્યા પછી વધુ જાણકારી માટે તમને વકીલ સાથે જોડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.