ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી કંપનીમાં 588 પદો પર ભરતી, પરીક્ષા વિના જ મળશે નોકરી, જાણો વિગતો

જોબ્સ / સરકારી કંપનીમાં 588 પદો પર ભરતી, પરીક્ષા વિના જ મળશે નોકરી, જાણો વિગતો

Published By: Chintan Chavda

Last Updated: 11:33 PM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HAL Apprentices Recruitment 2025:હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ (HAL) એ અપ્રેટીસની 588 વિભીન્ન પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.

ADVERTISEMENT

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ એક વર્ષના તાલીમ સમયગાળા માટે 588 વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી સૂચના બહાર પાડી છે. જેમાં ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે 278 પોસ્ટ્સ અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ માટે 310 પોસ્ટ્સ પર ભરતી માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025 છે અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2025 છે. તેથી, રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ગૂગલ ફોર્મ દ્વારા NAPS પોર્ટલની મુલાકાત લઈને છેલ્લી તારીખ પહેલાં અરજી કરવી જોઈએ.

job-interview-new-logo

શૈક્ષણિક લાયકાત:

અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા, ડિગ્રી અથવા ITI ડિગ્રી હોવી આવશ્યક છે.

આટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે

HAL દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને ટ્રેનીંગની સાથે આટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

એન્જિનિયરિંગ અને નોન ટેકનિશિયન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ - રૂ. 9000

ડિપ્લોમા (ટેકનિશિયન) એપ્રેન્ટિસ - રૂ. 8000

ITI એપ્રેન્ટિસ (2 વર્ષનો વ્યવસાય) – રૂ. 8050

ITI એપ્રેન્ટિસ (1 વર્ષનો વ્યવસાય) – રૂ. 7700

app promo3

આવી રીતે કરો અરજી

નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને વિવિધ પોસ્ટ્સ પર HAL ભરતી માટે ઓનલાઈન અરજી કરો.

ઉમેદવારોએ પહેલા NAPS પોર્ટલ apprenticeshipindia.gov.in ની મુલાકાત લો.

તે પછી ત્યાં તમારું રજીસ્ટ્રેશન કરાવો.

પછી જરૂરી ડીટેલ્સ સાથે ગુગલ ફોર્મ ભરો.

NAPS પોર્ટલ પર તમારી પ્રોફાઇલ પૂર્ણ કરો.

જરૂરી ડોક્યુમેન્ટ યોગ્ય સાઈઝમાં અપલોડ કરો.

ફોર્મ સબમિટ કરતા પહેલા, તેને એકવાર વાંચો અને પછી સબમિટ કરો.

અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લેવાનું યાદ રાખો.

વધુ વાંચો: વધુ એક જાણીતી બોલિવૂડ એક્ટ્રેસનું ઘર તૂટ્યું! લગ્નના ત્રણ વર્ષમાં જ છૂટાછેડા!

આવી રીતે થશે પસંદગી

હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડના નીયોમો અનુસાર, ઉમેદવારોની પસંદગી મેરીટ બેસીસ, ડોક્યુમેન્ટ વેરીફીકેશન, મેડિકલ ફિટનેસ અને પોલીસ વેરીફીકેશનના આધારે કરવામાં આવશે. એમાં કોઈ લેખિત પરિક્ષા કે ઈન્ટરવ્યું નહી હોય. ઉમેદવારને એજ્યુકેશનલ ક્વોલીફીકેશનના આધારે પારદર્શક રીતે કરવામાં આવશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Utility News HAL Recruitment 2025 Hindustan Aeronautics Limited

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ