બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમને ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળશે! બૂક કરતા પહેલા જાણો IRCTCના 5 સિક્રેટ ફિચર્સ

કામની વાત / તમને ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળશે! બૂક કરતા પહેલા જાણો IRCTCના 5 સિક્રેટ ફિચર્સ

Chintan Chavda

Last Updated: 09:31 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTCની મદદથી ટ્રેનની ટિકિટ બુક કરવી ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને વ્યસ્ત સમય દરમિયાન. તો ચાલો અમુક ટિપ્સ જાણીએ કે જેની મદદથી તમે સરળતાથી ટ્રેનની ટિકિટ બુક કરી શકશો.

શું તમે ક્યારેય રજાઓ અથવા તહેવારોની મોસમમાં ટ્રેન ટિકિટ બુક કરવાનો પ્રયાસ કર્યો છે? તમે પ્રયત્ન કર્યો હશે તો ખબર પડશે કે ટિકિટ બુક કરવી કેટલું મુશ્કેલ છે. ઘણા લોકો આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. IRCTCની મદદથી ટ્રેનની ટિકિટ બુક કરવી ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન. તમારે ખૂબ જ તેજ અને હોંશિયાર બનવું પડશે, તો જ તમે ટિકિટ બુક કરી શકશો. તેથી અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી ટ્રેનની ટિકિટ બુક કરી શકશો.

train

Tatkal ટિકિટ બુકિંગમાં યોગ્ય ટાઈમિંગનો ઉપયોગ કરો

તત્કાલ ટિકિટ બુકિંગ ટ્રેન ઉપડવાના એક દિવસ પહેલા સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે. તમારે તમારી બધી વિગતો અને પેમેન્ટ ઓપ્શન અગાઉથી તૈયાર રાખવા જોઈએ. તમે ઝડપી ઇન્ટરનેટ કનેક્શન અને ઓટો-ફિલ એક્સટેન્શનનો ઉપયોગ કરીને સમય બચાવી શકો છો.

IRCTC નો 'Alternate Train' ફીચર ઓન કરો

ટિકિટ બુકિંગ કરતાં સમયે IRCTC વેબસાઇટ અને એપમાં એક ઓપ્શન આવે છે, Alternate Train Accommodation. આને ઓન કરીને જો તમે પસંદ કરેલી ટ્રેનમાં સીટ ફૂલ છે, તો સિસ્ટમ આપોઆપ બીજી ટ્રેનમાં કન્ફર્મ સીટ આલોટ કરી દે છે.

પ્રીમિયમ તત્કાલ ક્વોટા પસંદ કરો

રેગ્યુલર તત્કાલ ટિકિટ ઉપલબ્ધ ન હોય, તો તમે પ્રીમિયમ તત્કાલ ક્વોટામાં ટિકિટ બુક કરી શકો છો. આ ટિકિટોની કિંમત થોડી વધારે છે, પરંતુ તે કન્ફર્મ થવાની શક્યતાઓ વધારે છે.

app promo3

સ્ટેશન કોડ બદલીને બુકિંગ કરો

જો તમારા બોર્ડિંગ સ્ટેશનથી ટિકિટ ફૂલ છે, તો નજીકના કોઈ સ્ટેશનથી બુકિંગ કરો. પછીથી તમે Boarding Point Change ફીચરથી પોતાનું સાચું બોર્ડિંગ સ્ટેશન પસંદ કરી શકો છો.

વધુ વાંચો: તમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો બંધ થઈ જશે! જાણો UIDAIના નિયમો

IRCTC ના ‘Quick Book’ મોડનો ઉપયોગ કરો

IRCTC વેબસાઇટ અને એપ બનેંમાં Quick Book મોડ હોય છે, જેમાં વારંવાર ડિટેલ્સ ભરવાની જરૂર નથી હોતી. પહેલાથી જ સેવ ડિટેલ્સ સાથે ટિકિટ બુકિંગની પ્રોસેસ ખૂબ ઝડપી બની જાય છે અને કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC train ticket booking online Railway News
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ