ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તમારા કામનું / રેલવેમાં નોકરીની તક ચૂકતા નહીં! 2416 જગ્યા પર બમ્પર ભરતી, ફટાફટ કરો એપ્લાય

jobs / રેલવેમાં નોકરીની તક ચૂકતા નહીં! 2416 જગ્યા પર બમ્પર ભરતી, ફટાફટ કરો એપ્લાય

Published By: Ajit Jadeja

Last Updated: 10:19 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Central Railway Recruitment 2025: ભણી ગણીને યુવાનો સારી નોકરી મળે તેવી અપેક્ષા રાખતા હોય છે. ત્યારે યુવાનો માટે રેલવેમાં ભરતી આવી છે.

ADVERTISEMENT

Central Railway Recruitment 2025: ભણી ગણીને યુવાનો સારી નોકરી મળે તેવી અપેક્ષા રાખતા હોય છે. ત્યારે યુવાનો માટે રેલવેમાં ભરતી આવી છે. સેન્ટ્રલ રેલવેએ 2418 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 11 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. અભ્યાસની વાત કરીએ તો 10 પાસ ઉમેદવાર પણ સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકે છે.

jobs-goverment

પોતાનો દિકરો કે દિકરી સારુ ભણીને કારકિર્દી બનાવે તેવી ઇચ્છા દરેક માતા-પિતાનો હોય છે. તમે રેલવેમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો સેન્ટ્રલ રેલવે દ્વારા આ ભરતી તમારા માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે. 2418 જગ્યાઓ પર રેલવેએ એપ્રેન્ટિસશીપ માટે અરજીઓ મંગાવી છે. જેમણે રસ હોય તેવા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.rrccr.com પર ઓનલાઈન અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2025 સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે આ પદ માટે અરજી કરવા 10મું અથવા 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ સાથે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઇએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.

કોણ અરજી કરી શકે?

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ. અરજી કરનારા એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટ તેમજ ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

vtv app add

આ પણ વાંચો: દિલ્હી / આખરે ખબર પડી ગઈ જગદીપ ધનખડ ક્યાં છે, સામે આવી ચોંકાવનારી અપડેટ

કેવી રીતે અરજી કરવી?

અરજી કરવા માટે ઉમેદવાર પહેલા વેબસાઇટ www.rrccr.com પર જવું.

હોમ પેજ પર ઓનલાઈન અરજીઓની લિંક પર ક્લિક કરવું.

ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરી લોગિન કરવું અને બધી વ્યક્તિગત માહિતી ભરવી.

ત્યારબાદ ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી કોપી અપલોડ કરવી

આ પછી ઉમેદવારોએ નિર્ધારિત ફી ઓનલાઈન ચૂકવવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jobs Career Railway Recruitment 2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ