ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વરસાદમાં બાઈક બંધ પડે તો ફટાફટ કરો આ કામ, ગેરેજનો ખર્ચો બચી જશે!

તમારા કામનું / વરસાદમાં બાઈક બંધ પડે તો ફટાફટ કરો આ કામ, ગેરેજનો ખર્ચો બચી જશે!

Last Updated: 07:10 PM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોધમાર વરસાદમાં જો તમારી બાઇક પાણીમાં ફસાઈ ગઈ હોય અને બંધ થઇ જાય તો ગભરાવાની જરૂર નથી. અમે તમને આ સમાચાર દ્વારા જણાવીશું કે જો તમારી બાઇક રસ્તામાં અધવચ્ચે બંધ થઈ જાય તો શું કરવું અને આ સમસ્યાનું સોલ્યુશન કેવી રીતે કરવું.

ADVERTISEMENT

આજ કાલ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. કોઈ જગ્યાએ તો આ ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી - પાણી થઇ જાય છે. આવી સ્થિતિમાં, કલ્પના કરો કે જો તમે તમારી બાઇક લઈને ક્યાંક જઈ રહ્યા છો અને ત્યાં પાણી છે અને તમારી બાઇક અચાનક બંધ થઈ જાય છે. ગમે તેટલી કોશિશ કરો, તે ચાલુ ન થાય, તો આ પરિસ્થિતિ તમારા માટે ખૂબ જ ખરાબ અને ભયંકર હશે. તેથી, આજે આ સમાચાર દ્વારા અમે તમને જણાવીશું કે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરવું.

BIKE-2

બાઇક સ્ટાર્ટ કરશો નહીં

જો તમારી બાઇક રસ્તાની વચ્ચે પાણી ભરાઈ જવાને કારણે અટકી જાય, તો તેને સ્ટાર્ટ ન કરો. તેની પાછળનું કારણ એ છે કે વરસાદનું પાણી ઇલેક્ટ્રિક સિસ્ટમ, વ્હીલ બેરિંગ, એક્ઝોસ્ટ ઇન્ટેક અને બ્રેક્સ તેમજ તમારી બાઇકની અંદરના એન્જિનમાં જઈ શકે છે. એટલું જ નહીં, બાઇકમાં ઇન્સ્ટોલડ ઇલેક્ટ્રિક સિસ્ટમને પણ આના કારણે નુકસાન થઈ શકે છે.

BIKE 2

બાઇકમાં બેટરી ડિસ્કનેક્ટ કરવાની સાથે, તમારે સ્પાર્ક પ્લગ પણ કાઢી નાખવો જોઈએ. કારણ કે વરસાદમાં કાદવ તમારા સ્પાર્ક પ્લગના થ્રેડોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી, જો તમે તેને લાંબા સમય સુધી છોડી દો છો, તો તેના પર કાદવ જમા થશે, જેના પછી તમને તેને કાઢવામાં મુશ્કેલી પડશે.

vtv app promotion

જો બાઇકની અંદર પાણી ઘૂસી જાય તો શું કરશો ?

જો તમારી બાઇકમાં પાણી ઘૂસી જાય, તો તમારે તાત્કાલિક તમારી બાઇકને બંને બાજુથી નમાવવી જોઈએ. આનાથી તમારી બાઇકમાં રહેલું પાણી બહાર નીકળી જશે. એટલું જ નહીં, તમે પાણી કાઢવા માટે ટૂલ કીટનો પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો : 'દવાથી ન મરે તો કરંટ આપી દે...' પત્નીએ દિયર સાથે મળીને પતિનું કાસળ કાઢ્યું, ચેટથી ખુલ્યું રાઝ

બાઇકની બેટરી ડિસ્કનેક્ટ કરો

જો તમારી બાઇક પાણીમાં ફસાઈ ગઈ હોય, તો સૌ પ્રથમ બાઇકની બેટરી ડિસ્કનેક્ટ કરો. આ બાઇકમાં ઇલેક્ટ્રિક સિસ્ટમ સુરક્ષિત રાખશે. આ સાથે, ગ્રાઉન્ડિંગ અટકાવવા માટે બેટરી તાત્કાલિક ડિસ્કનેક્ટ કરવી જોઈએ.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

monsoon season bike suddenly get off havy rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ