ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'દવાથી ન મરે તો કરંટ આપી દે...' પત્નીએ દિયર સાથે મળીને પતિનું કાસળ કાઢ્યું, ચેટથી ખુલ્યું રાઝ

ક્રાઈમ / 'દવાથી ન મરે તો કરંટ આપી દે...' પત્નીએ દિયર સાથે મળીને પતિનું કાસળ કાઢ્યું, ચેટથી ખુલ્યું રાઝ

Last Updated: 06:00 PM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Dwarka Murder Case: દિલ્હીમાં આવેલા દ્વારકાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને સ્તબ્ધ કરી દીધા છે. અહીં એક મહિલાએ તેના દેર સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી. ઇન્સ્ટાગ્રામ ચેટ દ્વારા સમગ્ર હત્યાના કાવતરાનું સત્ય સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

Delhi Dwarka Murder Case: આજે માણસનો સ્વભાવ ખુબ જ ચીડ ચીડો બનતો જાય છે. નાની નાની વાતમાં આક્રોશ વ્યક્ત કરી ન કરવાનું કરી બેસે છે. ત્યારે એવો જ એક ભયાનક કિસ્સો દેશની રાજધાની દિલ્હીના દ્વારકાથી સામે આવ્યો છે. અહીં એક પરિણીત મહિલાએ તેના દેર સાથે મળીને તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી દીધી. પોલીસે ભાભી અને દેર વચ્ચેની ચેટ્સ રિકવર કરી છે. આ ચેટ્સમાંથી સંબંધોના ઘેરા કાવતરાનું સત્ય સામે આવ્યું છે. 

DWARKA

શું છે આખો મામલો?

દક્ષિણ-પૂર્વ દ્વારકામાં 35 વર્ષીય કરણ દેવની તેની પત્ની સુષ્મિતા દેવી અને ભાઈ રાહુલ દેવે હત્યા કરી હતી. 13 જુલાઈના રોજ કરણ શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસને શંકા ગઈ અને તેણે બધી બાજુથી તપાસ શરૂ કરી. સુષ્મિતાએ કરણના પરિવારને જાણ કરી કે તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે અને તે બેભાન થઈ ગયો છે, ત્યારે હત્યાનો મામલો વધુ જટિલ બન્યો.

કરણને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. સુષ્મિતા, રાહુલ અને તેના પિતાએ પોસ્ટમોર્ટમનો વિરોધ કર્યો, જેના કારણે પરિવારને શંકા ગઈ અને તેમણે પોલીસ તપાસની માંગ કરી.

હત્યાનું રહસ્ય મોબાઇલ ચેટ દ્વારા ખુલ્યું

ભાભી (સુષ્મિતા) ના મોબાઈલમાં આવી ચેટ્સ જોઈને કરણનો નાનો ભાઈ કુણાલ ચોંકી ગયો. આ ચેટ્સથી આખું કાવતરું ખુલી ગયું. આ ચેટ્સમાં, રાહુલ અને સુષ્મિતા હત્યાની યોજના બનાવી રહ્યા હતા. ચેટમાં, રાહુલ સુષ્મિતાને કરણને વધુ દવા આપવાની અને તેને ઇલેક્ટ્રિક શોક આપવાની સલાહ આપે છે.

vtv app promotion

શેના વિશે બધી વાતો થઈ?

સુષ્મિતા: જુઓ દવા લીધા પછી મરવામાં કેટલો સમય લાગે છે. ત્રણ કલાક થઈ ગયા, ન તો ઉલટી થઈ રહી છે કે ન તો મળત્યાગ, કંઈ જ નથી. તે મરી ગયો પણ નથી.

રાહુલ: જો તમને બીજું કંઈ સમજાતું નથી, તો ઇલેક્ટ્રિક શોક આપો.

સુષ્મિતા: હું તેને ઇલેક્ટ્રિક શોક આપવા માટે કેવી રીતે બાંધુ ?

રાહુલ: ટેપથી બાંધી દો.

સુષ્મિતા: શ્વાસ ખૂબ જ ધીમા છે.

રાહુલ: તમારી પાસે જેટલી દવા છે તે આપી દો.

સુષ્મિતા: મોં ખુલતું નથી, હું પાણી રેડી શકું છું પણ દવા આપી શકતી નથી. તમે આવો, આપણે સાથે મળીને પ્રયાસ કરીશું.

આ પણ વાંચો : 'શુભમન ગિલ, વિરાટ કોહલી નથી...' દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને કેમ આવું કહ્યું?

પોલીસે બંનેની ધરપકડ કરી.

આ ચેટ્સ સામે આવ્યા પછી, પોલીસે સુષ્મિતા અને રાહુલની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wife kill husband shusmita-rahul Delhi Dwarka case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ