ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / 'શુભમન ગિલ, વિરાટ કોહલી નથી...' દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને કેમ આવું કહ્યું?

સ્પોર્ટ્સ / 'શુભમન ગિલ, વિરાટ કોહલી નથી...' દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને કેમ આવું કહ્યું?

Last Updated: 04:51 PM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sanjay Manjrekar On Shubman Gill: પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું માનવું છે કે શુભમન ગીલ, વિરાટ કોહલી જેવો નથી. તેઓએ લોર્ડ્સ ટેસ્ટમાં ગીલનાં વલણ પર સવાલો કર્યા હતા.

ADVERTISEMENT

Sanjay Manjrekar On Shubman Gill: પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું માનવું છે કે શુભમન ગીલ, વિરાટ કોહલી જેવો નથી. તેઓએ લોર્ડ્સ ટેસ્ટમાં ગીલનાં વલણ પર સવાલો કર્યા હતા. માંજરેકરનું માનવું છે કે ત્રીજા દિવસે ઈંગ્લેંડના બેટ્સમેન જેક ક્રોલી સાથે થયેલી બોલાચાલીને અસર ગિલની બીજી ઇનિંગ પર પડી હતી.

GILL-2

માંજરેકરએ ગીલ અને કોહલીની તુલના કરીને કહ્યું હતું કે જ્યારે કોહલીની સાથે એવું થતું હતું ત્યારે તેઓ આક્રમક બેટ્સમેન તરીકે ઉભરી આવતા હતા, પરંતુ ગીલની સાથે એવું થયું નહિ. ક્રોલી સાથે બોલાચાલી થઇ અને તેનો વળતો જવાબ ઈંગ્લેંડે છેલ્લા દિવસે ગીલને મેદાન પર આપ્યો હતો, જ્યારે ભારત 193 રનનો ટાર્ગેટ ચેસ કરવા ઉતર્યું હતું. ઈંગ્લેંડના ખેલાડીઓ ગીલને સતત સ્લેજ કરતા જોવા મળ્યા હતા. ગીલ પર પ્રેસર દેખાયું હતું અને તેઓ માત્ર 6 રન જ બનાવીને ફાસ્ટ બોલેર બ્રાયડન કાર્સના શિકાર બન્યા હતા.

KOHLI-1

સંજય માંજરેકરે શું કહ્યું ?

માંજરેકરે એક શોમાં કહ્યું હતું કે. "વિરાટ કોહલી સાથે જયારે વિપક્ષની ટીમના ખેલાડીઓ આવવું કરતા ત્યારે વિરાટ વધુ સારી રીતે બેટ્સમેન તરીકે ઉભરી આવતા હતા. પરંતુ શુભમન ગિલ પર તેની ઉંધી અસર દેખાઈ હતી. તેઓ ગભરાયેલા અને આત્મવિશ્વાસની અછત વાર્તણી હતી".

vtv app promotion

તેઓએ વધુમાં કહ્યું કે સ્ટમ્પ માઈકમાં ક્લીઅર સાંભળતું હતું. કોઈ પર્સનલ કોમ્નેટસ પણ કરવામાં આવી હતી. કદાચ ગીલ માટે આ ક્ષણ નવી હતી. કારણકે આજકાલ વિદેશી ટીમો ભારતીય ખેલાડીઓ સાથે દોસ્તીના સબંધો ધરાવે છે. પરંતુ આ મામલો અલગ તારી આવ્યો હતો અને તેના માટે ગીલ જરા પણ તૈયાર નોહતા .

આ પણ વાંચો: અંબાબાલ પટેલના વર્તારા, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસથી ભારે વરસાદ, ગ્રહ વક્રી જવાબદાર

મેંનચેસ્ટરમાં રમાશે ચોથી ટેસ્ટ

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીજની ચોથી મેચ 23 જુલાઈથી મેંનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફડ ગ્રોઉંન્ડ માં રમાશે. અત્યારે આ સીરીજમાં ઈંગ્લેંડ 2-1 થી આગળ છે. ભારતીય ટીમની નજર આ મેચ જીતવા પર રેહશે અને સીરીજ લેવેલ કરવાની તૈયારી હશે. સામે જ ઈંગ્લેંડની ટીમની નજર આ મેચ જીતવા પર રહશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

third test sanjay manjrekar reaction crawley vs shubhman gill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ