બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPIથી પેમેન્ટ કરતા હોય તો આ સેટિંગ બદલી દેજો! નહીંતર એક ક્લિકમાં બેંક ખાતું ખાલીખમ

તમારા કામનું / UPIથી પેમેન્ટ કરતા હોય તો આ સેટિંગ બદલી દેજો! નહીંતર એક ક્લિકમાં બેંક ખાતું ખાલીખમ

Maulik Patel

Last Updated: 09:48 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI Auto Pay Scam: NPCI એ 2020 માં 'UPI ઓટો-પે' ફીચરની શરૂઆત કરી હતી જેથી નક્કી તારીખે પેમેન્ટ કરવામાં આવે, સર્વિસ પૂરી ન થાય અને પેમેન્ટ પણ મોડું ન થાય. હવે આ ફીચર દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે.

UPI Auto Pay Scam: જેમ જેમ આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ ઓનલાઈન પેમેન્ટ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. ભલે તે કોઈને પૈસા મોકલવાનું હોય કે બિલ પે કરવાનું હોય, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા અર્જેંટ પેમેન્ટ કરવામાં આવે છે. તે એટલું સરળ અને અનુકૂળ છે કે તે લોકોની પહેલી પસંદગી બની રહ્યું છે.

UPI

UPI લોકોની પહેલી પસંદગી બની રહ્યું છે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના જણાવ્યા મુજબ, 2024 માં UPI દ્વારા લગભગ 20.64 લાખ કરોડ રૂપિયાના પેમેન્ટો થયા હતા. જાન્યુઆરી 2025 માં, 16.99 અબજ પેમેન્ટો સાથે કુલ 23.48 લાખ કરોડ રૂપિયાથી વધુના પેમેન્ટ્સ થયા હતા. જોકે, જેમ આપણે જાણીએ છીએ કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. UPI ની વિશેષતા સાથે, તેના કેટલાક ગેરફાયદા પણ છે. તેનો જેટલો વધુ ઉપયોગ થઈ રહ્યો છે, તેટલા જ છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

upi-scam

સાયબર સ્કેમર્સ નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે

UPI સિસ્ટમે QR કોડ અથવા UPI ID દ્વારા પેમેન્ટ્સને સરળ બનાવ્યા છે, પરંતુ સાયબર સ્કેમર્સ વિવિધ યુક્તિઓ અપનાવીને લોકોના બેંક ખાતા મિનિટોમાં ખાલી કરી રહ્યા છે. આજે અમે તમને એક UPI 'ઓટો-પે રિક્વેસ્ટ' વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઘણી વખત લોકોને મોબાઇલ રિચાર્જ, વીમા ચુકવણી, ક્રેડિટ કાર્ડ બિલ, વીજળી બિલ, લોન ચુકવણીની તારીખ યાદ રહેતી નથી. આના સોલ્યુસન માટે, NPCI એ 2020 માં 'UPI ઓટો-પે' ફીચરની શરૂઆત કરી. તેમાં, વપરાશકર્તાઓની મંજૂરીથી નિયત તારીખે ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જાય છે. આ સમયસર ચુપેમેન્ટ પણ સુનિશ્ચિત કરે છે અને કોઈ મોડી ચુકવણી થતી નથી.

Vtv App Promotion

છેતરપિંડી કેવી રીતે થઈ રહી છે?

હવે UPI ઓટો-પેમાં પૈસા આપમેળે કપાઈ જતા હોવાથી, સાયબર સ્કેમર્સ 'ઓટો-પે રિક્વેસ્ટ' મોકલીને લોકોને ફસાવી રહ્યા છે. સાયબર ગુનેગારો યુજર્સને પેમેન્ટ રિક્વેસ્ટ એક્સૈપ્ટ કરવા માટે છેતરી રહ્યા છે. અથવા તો તેઓ SMS, ઇમેઇલ દ્વારા અથવા સોશિયલ મીડિયા પર નકલી લિંક મોકલી રહ્યા છે, જેના પર ક્લિક કરવાથી પૈસા કપાઈ જાય છે.

સ્કેમર્સ લોકોને બેંક અથવા UPI કસ્ટમર કેર અધિકારીઓ હોવાનો ડોળ કરીને ફોન કરી રહ્યા છે અને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ યુજર્સને ઓટો-પે એક્ટિવ કરવા માટે PIN દાખલ કરવાનું કહે છે અને PIN દાખલ કર્યા પછી, ખાતામાંથી બધા પૈસા કાપી લેવામાં આવી રહ્યા છે. લોકોને સસ્તા સબસ્ક્રિપ્શનના વાયદા સાથે પણ લલચાવવામાં આવી રહ્યા છે. એકવાર પેમેન્ટ કરવાથી, દર મહિને બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની સેટિંગ આપમેળે થઈ જાય છે.

આ પણ વાંચો : ઋષભ પંતે એક જ ટેસ્ટમાં ફટકારી બીજી સદી, આવું કારનામું કરનાર પહેલો ભારતીય વિકેટ કિપર

આ ઉપરાંત, લોકોને કેશબેક અને ઓટો પેની લાલચ આપીને ઓટો-પે રિકવેસ્ટ પણ સ્વીકારવામાં આવી રહી છે. તેથી, લોભમાં અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો. જો તમે છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો UPI એપમાં જ 'રિપોર્ટ ફ્રોડ' અથવા 'રિપોર્ટ ડિસ્પ્યુટ' ના ઓપ્શન પર ક્લિક કરો અને તમારી ફરિયાદ નોંધાવો. જો તમે ઇચ્છો તો, તમે બેંકમાં લેખિત ફરિયાદ પણ સબમિટ કરી શકો છો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPI Scam uinfied payment interface Cybercriminals
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ