બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડમાં બાળકોના બાયોમેટ્રિક્સ કેટલા વર્ષ પછી અપડેટ કરવા પડે? જાણો નિયમો
Last Updated: 07:04 PM, 16 July 2025
ભારતની લગભગ 90 ટકાથી વધુ વસ્તી પાસે આધાર કાર્ડ છે. ભારતમાં, આધાર કાર્ડ ફક્ત પુખ્ત વયના લોકો માટે જ નહીં, પણ બાળકો માટે પણ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. શાળા એડમીશનથી લઈને સરકારી યોજનાઓ સુધી, બાળકો માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. જોકે, બાળકોના આધાર કાર્ડ માટે શરૂઆતમાં બાયોમેટ્રિક માહિતી લેવામાં આવતી નથી. કારણ કે નાની ઉંમરે, ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ સ્કેન સ્પષ્ટ થતા નથી.
ADVERTISEMENT
આ કારણે, બાળકોનું આધાર કાર્ડ ફોટો અને સામાન્ય માહિતીના આધારે બનાવવામાં આવે છે. પરંતુ ચોક્કસ ઉંમર પછી, બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરવા પડે છે. બાળકોના બાયોમેટ્રિક્સ કેટલા વર્ષ પછી અપડેટ કરવા જરૂરી છે? તો ચાલો આના વિશે જાણીએ..

ADVERTISEMENT
આટલા વર્ષો પછી બાળકોનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડે છે
UIDAI ના નિયમો અનુસાર, બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ બે વાર અપડેટ કરવા જરૂરી છે. પહેલી વાર જ્યારે બાળક 5 વર્ષનું થાય અને બીજી વાર જ્યારે તે 15 વર્ષનું થાય. 5 વર્ષની ઉંમરે ફિંગરપ્રિન્ટ અને આંખનું સ્કેન લેવામાં આવે છે જેથી બાળકનો આધાર રેકોર્ડ અપડેટ કરી શકાય. આ પછી, 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ ફરી એકવાર અપડેટ કરવામાં આવે છે.
ADVERTISEMENT
જો તમે આ અપડેટ નહીં કરાવો, તો આધાર કાર્ડનું સ્ટેટસ ડીએક્ટીવ થઈ શકે છે. જેના કારણે, ભવિષ્યમાં, શાળા, કોલેજ, બેંક વગેરે સ્થળોએ આધાર માન્ય રહેશે નહીં. તેથી, ઉંમર પૂર્ણ થતાંની સાથે જ બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે.

ADVERTISEMENT
આ છે આખી પ્રોસેસ
જો તમારા ઘરે પણ બાળકો છે અને તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાનો સમય આવી ગયો છે, તો આ માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે. આ માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પરથી એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. તમારે આધાર કેન્દ્ર પર જઈને અપડેટ ફોર્મ ભરવાનું રહેશે. ત્યાં બાળકના ફિંગરપ્રિન્ટ, આંખનું સ્કેન અને નવો ફોટો લેવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો:અકલ્પનીય! મોબાઈલ ચલાવાનો સૌથી મોટો ગેરલાભ હવે સામે આવ્યો, જાણીને લોકો થથરી ઉઠ્યાં
તમને જણાવી દઈએ કે બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ ચાર્જ નથી. જો કોઈ ચાર્જ તરીકે પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. તમે UIDAI ની વેબસાઇટ દ્વારા તમારા અપડેટ રિસ્કવેસ્ટનું સ્ટેટસ ચકાસી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.