ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / us dentist broke patients teeth sentenced to prison

આ તો ગજબ કહેવાય / બાપ રે! દર્દીઓનાં દાંત તોડીને આ ડૉક્ટર દર વર્ષે કમાતો કરોડો રૂપિયા, કોર્ટે ફટકારી કંઇક આવી સજા

Published By: Dhruv

Last Updated: 03:22 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્યત: લોકો ડૉક્ટરને ભગવાનની જેમ જોતા હોય છે પરંતુ અમેરિકામાં એક ડૉક્ટરે જાણી જોઇને પોતાના દર્દીઓના દાંત તોડીને તેને બરાબર કરવા માટે ક્રાઉન ફીટ કર્યા અને તેનાથી બરાબરનો નફો મેળવ્યો.

ADVERTISEMENT

  • અમેરિકાના એક ડેન્ટિસ્ટને ખાવી પડી જેલની હવા
  • દર્દી સાથે છેતરપિંડી કરવાના કેસમાં દોષિત સાબિત
  • વધુ પૈસા કમાવવા માટે દર્દીઓના દાંત તોડતો

પૈસા કમાવવા માટે ડૉક્ટર દાંત તોડી નાંખતો

ડૉક્ટરે આ કૌભાંડના આધારે લાખો રૂપિયા કમાયા. હવે આ ડેન્ટિસ્ટને દર્દીની સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરવાના આરોપમાં દોષી ગુનેગાર સાબિત કર્યા છે. સંયુક્ત રાજ્ય અમેરિકાના વિસ્કોન્સિનના સ્કોટ ચારમોલીએ નિયમિત રૂપથી પોતાના ગ્રાહકોના દાંતોને જાણીજોઇને ડ્રિલ કર્યા. એટલું જ નહીં પરંતુ દાંતોમાં થયેલી ખામીને ઠીક કરવા માટે અતિશય ઉપચાર સેવાઓ માટે ફી ચાર્જ કરી. વિસ્કોન્સિનમાં સામાન્ય રીતે ડેન્ટિસ્ટ પ્રતિ 100 દર્દીઓમાંથી 6ને ક્રાઉન ફીટ કરે છે. પરંતુ સ્કૉટે પ્રતિ 100 દર્દીઓમાંથી 32ને ક્રાઉન ફીટ કર્યા. ડેન્ટિસ્ટે વિસ્તારના અન્ય ડેન્ટિસ્ટોની તુલનામાં દર્દીઓના દાંતોમાં 95% થી વધારે ક્રેપ લગાવ્યાં.

પૈસા કમાવવા માટે દર્દીના દાંત તોડી નંખાયા

આ કેસમાં દોષિત ઠરેલ ચારમોલી સામે ફરિયાદ પક્ષે ઘણાં ગંભીર આરોપો લગાવ્યાં છે. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે, ચાર્મોલીએ પોતાના દર્દીઓ પર બિનજરૂરી રીતે ક્રાઉન ફીટ કરવા દબાણ કર્યું હતું. ક્રાઉન એ એક પ્રકારની ડેન્ટલ પ્રક્રિયા છે કે જેમાં ક્ષતિગ્રસ્ત દાંત પર દાંતના આકારની ટોપી મૂકવામાં આવે છે. ફરિયાદ પક્ષે કહ્યું કે, સ્ટોક અગાઉ દાંતોને ડ્રિલ કરતો હતો. ત્યાર બાદ દાંતનો એક્સ-રે કરાવ્યા બાદ તેનો ફોટો દર્દીઓને દેખાડતો. જેના દ્વારા તે સાબિત કરતો હતો કે તેને ક્રાઉન પહેરાવવાની જરૂરિયાત છે.

કૌભાંડ જોઈને લોકોના હોશ ઉડી ગયા

વોશિંગ્ટન પોસ્ટએ એવું જણાવ્યું કે, જ્યારે દોષિત સાબિત થયેલ ડેન્ટિસ્ટ 2014માં 434 ક્રાઉન ફીટ કરીને 1.4 મિલિયનની કમાણી કરી હતી, ત્યારે તેને 2015માં 1,000 કરતાં વધુ ક્રાઉન ફીટ કરીને 2.5 મિલિયન ડૉલરની કમાણી કરી હતી. 2016 થી 2019 સુધી, તેઓએ ક્રાઉન દ્વારા 4.2 મિલિયન ડૉલરની કમાણી કરી. ચારમોલીએ 1 જાન્યુઆરી 2018 થી 7 ઓગસ્ટ 2019 સુધીના 20 મહિનાના સમયગાળામાં 1,600 થી વધુ ક્રાઉન રાખ્યાં. ડોક્ટરના કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો કે જ્યારે તેણે 2019માં પોતાનું ક્લિનિક વેચી માર્યું.

કોર્ટે જેલમાં ધકેલ્યો

જ્યારે નવા-નવા માલિકોએ સર્જરીના ખાતાઓની તપાસ કરી તો તેની આ હરકત વિશે ખ્યાલ આવ્યો. નવા માલિકોએ તેની ફાઇલોની સમીક્ષા કરતી વેળાએ ક્રાઉન પ્રક્રિયાના ઊંચી કિંમત પર જ્યારે નોટિસ કરી અને સંબંધિત અધિકારીઓને આ અંગેની સૂચના આપી. ચારમોલીના પૂર્વ રોગીઓમાંથી લગભગ 100 લોકોએ તેની પર તબીબી ગેરરીતિ માટેનો દાવો કર્યો. 61 વર્ષીય ચારમોલીને હવે દરેક સ્વાસ્થ્ય સેવાની છેતરપિંડીના આરોપમાં 10 વર્ષ અને અન્ય 2 આરોપોમાંથી દરેક માટે વધુમાં વધુ 5 વર્ષની જેલની સજાનો સામનો કરવો પડી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Doctor dentist patients teeth us dentist dentist broke teeth

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ