બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Aadhaar Card અપડેટ કરવું હવે થયું સરળ, ઓનલાઈન થઈ જશે આટલી વસ્તું

તમારા કામનું / Aadhaar Card અપડેટ કરવું હવે થયું સરળ, ઓનલાઈન થઈ જશે આટલી વસ્તું

Nirav Kumar

Last Updated: 05:08 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 નવેમ્બરથી આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થયો છે. જેનો હેતુ આધાર સંબંધિત સર્વિસને ઝડપી અને સરળ બનાવવાનો છે. જેમાં ફી પણ વધારવામાં આવી છે.

નવેમ્બર મહિનાથી ભારતમાં અનેક નવા નિયમો લાગુ થયા છે. જેમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા નિયમોની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આ બદલાવ બેંકિંગ અને આધાર કાર્ડ સંબંધિત નિયમો સાથે રિલેટેડ છે. જેમાં UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ 1 નવેમ્બરથી અમુક ફેરફારો લાગુ કર્યા છે.

આ બદલાવમાં આધાર કાર્ડ હોલ્ડર હવે તેમનું નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ અને સરનામું ગમે ત્યારે ચેન્જ કરાવી શકે છે. આ ફેરફારો માટે માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નહીં રહે. નવા નિયમો મુજબ તમે ગમે ત્યાંથી આ બદલાવ ઑનલાઇન કરી શકશો. UIDAI એ મુખ્યત્વે ત્રણ ફેરફારો કર્યા છે, જેનો હેતુ આધાર સંબંધિત સર્વિસને ઝડપી અને સરળ બનાવવાનો છે.

vtv app promotion
  • ફીમાં વધારો

UIDAIએ જાહેરાત કરી છે કે આધાર સર્વિસ માટેની ફીમાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકોએ હવે બાયોમેટ્રિક અપડેટ્સ મતલબ કે ફિંગરપ્રિન્ટ, આઇરિસ કે ફોટો અપડેટ્સ કરવા માટે 125 રૂપિયા ભરવા પડશે. અગાઉ આ ફી 100 રૂપિયા હતી. તો ડેમોગ્રાફિક અપડેટ્સ માટે 75 રૂપિયા ફી લેવામાં આવશે. ડેમોગ્રાફિક અપડેટ્સમાં નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઇલ નંબરનો સમાવેશ થાય છે. અગાઉ આ ફી 50 રૂપિયા હતી.

  • આધાર લિંક ફરજીયાત

સરકારે આધાર અને PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 ડિસાઈડ કરી છે. જો તમે આ સમયમર્યાદામાં આધારને તમારા PAN સાથે લિંક નહીં કરાવો તો તમારું PAN કાર્ડ 1 જાન્યુઆરી 2026 થી ઇનએક્ટિવ થઈ જશે એટલે કે તમે કોઈપણ PAN સંબંધિત કામ નહીં કરી શકો.

વધુ વાંચો : શું ભૂલી ગયા, કે જૂના બેંક એકાઉન્ટમાં કેટલાં રૂપિયા પડ્યાં છે? તો ફૉલો કરો આ 3 સ્ટેપ્સ

  • અપડેટ્સના નિયમો બદલાયા

ડેમોગ્રાફિક અપડેટમાં હવે આધાર કાર્ડ ધારકોને નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઇલ નંબર જેવી માહિતી બદલવા માટે આધાર કેન્દ્રની મુલાકાત નહીં લેવી પડે. તેઓ ઘરેથી પણ ઑનલાઇન અપડેટ કરી શકશે. નવી સિસ્ટમ મુજબ આ ફેરફારો MyAadhaar પોર્ટલથી કરી શકાશે. પણ આ કામ માટે આધાર કાર્ડ મોબાઇલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card UIDAI Aadhaar Updates
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ