બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીરસોમનાથમાં જળબંબાકારની સ્થિતિ જોઇને તમારો આત્માકકળી ઉઠશે, ભયાનક તારાજી
Last Updated: 05:26 PM, 28 October 2025
Gir Somnath Rain : ગુજરાતમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચોમાસામાં પણ ભાગ્યે જ પડે તેવો કમોસમી વરસાદ પડ્યો છે. જ્યાં પડ્યો છે ત્યાં ભારે ખાનાખરાબી સર્જી છે. લોકો બેહાલ થઇ ગયા છે. અનેક જિલ્લાનાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ખેડૂતો બરબાદ થઇ ચુક્યાં છે. સામાન્ય નાગરિકોનાં ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કમોસમી વરસાદે હાહાકાર મચાવી દીધો છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં બરબાદીનો વરસાદ
કમોસમી વરસાદની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી. ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેનાં કારણે પાક તો સંપુર્ણ પણે નષ્ટ થઇ ગયો છે. લોકોનાં ઘરમાં પણ પાણી ઘુસી જતા ખેડૂત પર કુદરત ચારેતરફથી રૂઠી હોય તેવો માહોલ સર્જાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ ભારે વિનાશ વેર્યો છે. સુત્રાપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકની બરબાદી થઇ છે. VTVNEWS પર સુત્રાપાડા વિસ્તારના ખેતરના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. જિલ્લામાં કમોસમી વરસાદને લીધે પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર
ગીરસોમનાથનાં સુત્રાપાડામાં હાહાકાર
ADVERTISEMENT
ગીર સોમનાથના સુત્રાપાડામાં માવઠાએ ભયાનક વિનાશ વેર્યો છે. ખેતરમાં પાક બરબાદ થતા કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી હતી. ગીર સોમનાથના સુત્રાપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હજારો ફીટ ઊંચાઈથી સુત્રાપાડા વિસ્તારના ખેતરોના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેતરોમાં પાકની બરબાદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. જિલ્લામાં કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.