ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2400 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવા અમદાવાદ આવી રહ્યાં છે ગૃહમંત્રી અમિત શાહ, જુઓ શેડ્યૂલ
Last Updated: 12:12 PM, 3 December 2025
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી તા. 7 ડિસેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રૂ. 2395.77 કરોડના 68 કામોનું લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ શહેરના 618.27 કરોડના 15 કામનું લોકાર્પણ થશે. તેમજ બે આવાસ યોજનાના મકાનોનો પણ ડ્રો કરાવશે.
ADVERTISEMENT
ત્રણ દિવસ અમિત શાહ ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારથી ત્રણ દિવસ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશોત્સવ 2025’નું ઉદ્ઘાટન કરશે. તેમજ ગાંધીનગર, અમદાવાદમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 68 થી વધારે વિકા કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ મહાત્મા મંદિર નાબાર્ડ આયોજિત અર્થ સમિટનું ઉદ્ઘાટન કરશે.
ADVERTISEMENT

અમદાવાદ-ગાંધીનગરમાં અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ADVERTISEMENT
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કુલ 273.94 કરોડના 15 કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી કરશે. તેમજ 835.11 કરોડના ખર્ચે તૈયાર થનારા 23 કામનું ખાતમૂહૂર્ત કશે. રૂ. 1109.05 કરોડના ખર્ચે કુલ 38 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. તેમજ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અન્ય કામો મળી કુલ રૂા. 2395.77 કરોડના 68 કામનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Indigo ફરી વિવાદમાં: અમદાવાદમાં ફ્લાઇટ ડીલે તો સુરતમાં કેન્સલ થતા મુસાફરોનો હલ્લાબોલ
ક્યાં ક્યાં કામોનું લોકાર્પણ થશે
ADVERTISEMENT
અમદાવાદમાં લોકાર્પણ થનારા કામોમાં વસ્ત્રાપુર તળાવ, બોપલના ઈલેક્ટ્રોથર્મ ગાર્ડન, મેમનગર પાર્ટી પ્લોટ સહિતના અનેક કામો તેમજ 2 સ્થળે તૈયાર થયેલ EWS આવાસોનો પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ડ્રો કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો