ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Indigo ફરી વિવાદમાં: અમદાવાદમાં ફ્લાઇટ ડીલે તો સુરતમાં કેન્સલ થતા મુસાફરોનો હલ્લાબોલ
Last Updated: 02:50 PM, 3 December 2025
ADVERTISEMENT
સુરત એરપોર્ટ પર ઇન્ડિગોની સતત ફ્લાઇટ કેન્સલેશનને કારણે મુસાફરો ભારે પરેશાન થયા. સુરતના એક પરિવાર સહિત અનેક મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર અટવાયેલા રહેવું પડ્યું.
ADVERTISEMENT
રાત્રે મેનેજરે જણાવ્યું કે ફ્લાઈટ રદ્દ કરવામાં આવી
ADVERTISEMENT
માહિતી મુજબ, પરિવારની બપોરે 3:30 વાગ્યાની સુરતથી જયપુર જતી ફ્લાઇટ કેન્સલ થતાં તેમને નવા વિકલ્પરૂપે રાત્રે 9:30ની ફ્લાઇટ આપવામાં આવી. જોકે થોડા સમય બાદ આ ફ્લાઈટ પણ રદ થઈ ગઈ. ત્યારબાદ મુસાફરોને સવારે 5:30 વાગ્યે રવાનો થનાર ફ્લાઇટની માહિતી આપવામાં આવી, પરંતુ રાત્રે 11:30 વાગ્યે મેનેજરે જણાવ્યું કે આ ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો
સતત ફેરબદલી અને સ્પષ્ટ માહિતીના અભાવને કારણે મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો. મુસાફરોનો આક્ષેપ છે કે એરપોર્ટ ઓથોરિટી તેમજ સ્ટાફ તરફથી તેમને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. ફ્લાઇટ વિલંબ અને રદ થવાનું કારણ પૂછતાં પણ સ્ટાફ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
ADVERTISEMENT
મુસાફરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો
ADVERTISEMENT
જવાબ ન મળતા એક મુસાફરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી પરિસ્થિતિ અંગે અવાજ ઉઠાવ્યો. મુસાફરો માંગ કરી રહ્યા છે કે એરલાઇન યોગ્ય વ્યવસ્થા કરે અને થતા તકલીફ માટે વળતર આપે.
અનેક ફ્લાઇટો રદ અને મોડી પડતા મુસાફરો પરેશાન
ADVERTISEMENT
વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટ રદ્દનો સિલસિલો યથાવત છે. ઈન્ડિગોની મુંબઈ-વડોદરા-મુંબઈ સવારની ફ્લાઈટ આજે ફરી રદ્દ થવા પામી હતી. ઓપરેશનલ કારણોસર ઇન્ડિગોની ફ્લાઇટ 6E-5126/6087 રદ કરવામાં આવી હોવાનું એરપોર્ટ ઓર્થોરિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. મુસાફરોને ઈન્ડિગોની નીતિ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં અનેક ફ્લાઈટો રદ્દ અને મોડી પડતા મુસાફરોને પરેશાની ભોગવવી પડી હતી. ગત રોજ પાંચથી વધુ ફ્લાઈટો કલાકો સુધી મોડી પડી હતી.
આ પણ વાંચોઃ રખડતા શ્વાનોનો આતંક રોકવા AMCની મોટી કાર્યવાહી શરૂ
2 ડિસેમ્બર સાજેથી ફ્લાઈટ ડીલે થવાની ફરિયાદ
અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોએ હલ્લાબોલ કર્યો હતો. સવારથી ઈન્ડિગોની ફ્લાઈટ ડીલે થતા પેસેન્જર્સ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા. 2 ડિસેમ્બર સાંજથી ફ્લાઈટ ડિલે થવાની ફરિયાદ મળી રહી છે. ઈન્ડિગોની ફ્લાઈટ ડિલે થતા પેસેન્જરો અટવાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો