બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Union Home Minister Amit Shah visits Ahmedabad Collectorate
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાત પર છે. ત્યારે આજે અમદાવાદ કલેક્ટરની કચેરી પર પહોંચ્યા હતા. અમિત શાહની અધ્યક્ષતામાં દિશા બેઠક મળી હતી. બેઠકમાં પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. સાથે રાજ્યસભા સાંસદ સભ્ય નરહરિ અમીન, ડૉ.કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે તમામ અધિકારીઓ પાસેથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરીને લઈ પ્રશ્નો કર્યા હતા. અધિકારીઓને શહેરમાં વેક્સિનેશનના કેમ્પ વધારવા તાકીદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
ADVERTISEMENT
કલોલ તાલુકાના ગામડાઓ હવે સોલર રૂફ ટોપ યોજના અપનાવશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મતવિસ્તારના કલોલ તાલુકાના ગામડાઓના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાવશે.આ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યની રાહબરીમાં યુજીવીસીએલના અધિકારીઓએ નારદીપુર, પાનસર, સાંતેજ, વડસર, સોજા, બાલવા, શેરીસા, મોટીભોંયણ, પલિયડ, ગોલથરા, નાદ્રી, ધાનોટ, બિલેશ્વરપુરા,આમજા સહિતના ગામોમાં સરપંચશ્રીઓ, સામાજિક, રાજકીય અગ્રણીઓ અને ગ્રામજનો સાથે મીટિંગો યોજી, સોલર રૂફ ટોપ યોજના અપનાવવાના ફાયદા સમજાવ્યા હતા અને રાજ્ય સરકાર શહેરો જેવી સુવિધા ગામડાઓને આપીને સમૃદ્ધ કરવા માગે છે તે અંગે સમજ આપી હતી. અધિકારીઓએ ગામડાઓ સૌર ઊર્જાથી ઝળહળે એ માટેના પ્રયત્નો આદર્યા છે,જેથી લોકોને પણ વીજ બિલમાં ફાયદો થાય. આ વિસ્તૃત માહિતીનો ગ્રામજનો સહિત સૌ કોઇએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો એટલું જ નહીં, આ યોજનાની માહિતી મેળવ્યા બાદ તરત જ દસેક લોકોએ સોલર રૂફ ટોપ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી હતી.
ADVERTISEMENT
વીજ ગ્રાહકોને વીજ બીલમાં રાહત આપવાના હેતુથી અને રહેણાંક ક્ષેત્રે સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા રાજય સરકાર દ્વારા તા.૦૫.૦૮.૨૦૧૯થી સોલર રૂફ ટોપ યોજના ('સૂર્ય-ગુજરાત') શરૂ કરવામાં આવી છે. રૂફટોપ સિસ્ટમ લગાવવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે.આ યોજના અંતર્ગત રહેણાંક હેતુનાં ૧,૯૮,૧૬૩ વીજ ગ્રાહકોને ત્યાં સોલર રૂફ ટોપ સીસ્ટમ લગાડવા આવી છે. જેની કુલ વીજ એકત્રિત ક્ષમતા ૭૫૭.૯૦ મેગાવોટ છે.
ગાંધીનગરમાં યુજીવીસીએલ થકી સોલર રૂફ ટોપ યોજનાનો અમલ થવાનો છે. એક જ સ્થળેથી યોજનની માહિતી લોકોને મળી રહે તેવું સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. 'સરકાર તમારે આંગણે'એ સૂત્રને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાર્થક કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.