ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget 2026-27 / કન્ટેન્ટ ક્રિએટર્સની મોજ! 15,000 સ્કૂલો, 500 કોલેજોમાં ખુલશે કન્ટેન્ટ ક્રિએટર્સ લેબ, ગેમિંગમાં 10 લાખ નોકરીઓ

Budget 2026 / કન્ટેન્ટ ક્રિએટર્સની મોજ! 15,000 સ્કૂલો, 500 કોલેજોમાં ખુલશે કન્ટેન્ટ ક્રિએટર્સ લેબ, ગેમિંગમાં 10 લાખ નોકરીઓ

Published By: Vidhata Gothi

Last Updated: 12:29 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Union Budget 2026 Live Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026માં 15000 સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર્સ લેબ્સની જાહેરાત કરી. કન્ટેન્ટ ક્રિએશનને પ્રોત્સાહન આપવામાં આવશે અને આના માટે ઘણા નવા સેટઅપ લગાવવામાં આવશે.

ADVERTISEMENT

Union Budget 2026 Live Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ભારતનું સામાન્ય બજેટ 2026 રજૂ કરી રહ્યા છે. આ તેમનું સતત નવમું બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે ટેકનોલોજી અને ઇનોવેશનને 'વિકસિત ભારત'નું સૌથી મોટું એન્જિન ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારત હવે ફક્ત ટેકનોલોજીનો ઉપયોગ કરશે નહીં, પરંતુ તેનું નેતૃત્વ કરશે. આ આ બજેટમાં નાણામંત્રીએ કન્ટેન્ટ ક્રિએટર્સ પર પણ મોટી જાહેરાત કરી છે.

ગેમિંગ સેક્ટરને મળશે પ્રોત્સાહન

ગેમિંગ સેકટરમાં 10 લાખથી વધુ પ્રોફેશનલ્સને હાયર કરવામાં આવશે. એક નવું કન્ટેન્ટ ક્રિએટર લેબનું સેટઅપ કરવામાં આવશે. આના દ્વારા લોકોને કન્ટેન્ટ ક્રિએશન શીખવાડવામાં આવશે. ક્રિએટર્સ ઇકોનોમી તેજીમાં છે. ડિઝાઇન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ડિઝાઇન સ્કૂલ ખોલવામાં આવશે. આ સિવાય નાણામંત્રીએ ભારતના એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કૉમિક (ABGC) સેકટરને પ્રોત્સાહન આપવા માટે દેશભરની 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવાની જાહેરાત કરી.

બજેટ 2026માં કન્ટેન્ટ ક્રિએટર્સ માટે જાહેરાતો

ABGC કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ - સરકારે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કૉમિક (ABGC) માટે ખાસ કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનવવનો નિર્ણય લીધો છે. આનો હેતુ નવા ક્રિએટર્સને પ્રોત્સાહન આપવાનો અને તેમને એડવાન્સ સુવિધાઓ આપવાનો છે.

vtv app promotion

આ પણ વાંચો: સેમી કંડક્ટર માટે 40 હજાર કરોડ, બજેટમાં FM નિર્મલા સીતારમણનું મોટું એલાન

બજેટ પહેલા સરકારના ખજાનામાં વધારો થયો છે. માહિતી પ્રમાણે, જાન્યુઆરીમાં કુલ GST કલેક્શન 6.2 ટકા વધીને 1.93 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. આ કેન્દ્ર સરકાર માટે રાહતના સમાચાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Finance Minister Nirmala Sitharaman Union Budget 2026 Content Creator Labs

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ