બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / ujjain gold silver jewellry and coins found in the excavation of a 100 year old house

અહો આશ્ચર્યમ્ / 100 વર્ષ જૂના ખંડેર મકાનનું ખોદકામ કરતા મળ્યું એવું કે જાણીને તમે રોમાંચિત થઈ ઉઠશો

Dharmishtha

Last Updated: 11:14 AM, 30 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે 100 વર્ષ જુનું મકાન તોડો અને તમને ચરુ મળે તો? બસ આવું જ એક વ્યક્તિની સાથે થયું છે. તેણે પોતાનું 100 વર્ષ જુનુ મકાન તોડ્યું અને તેને 100 વર્ષ જૂની દુર્લભ ગણાતા આભૂષણો અને સિક્કા મળ્યા. જોકે આ આભૂષણો ખોદાકામ કરી રહેલા મજૂરો લઈને જતા રહ્યા હોઈ તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

  • આ આભૂષણો અને સિક્કા સન. 1800ના મુગલકાળના છે
  •  200 ગ્રામ સોના- ચાંદીના લગભગ 5 કિલો આભૂષણ
  • મજૂર ઘડા લઈને રફ્ફુ ચક્કર થઈ ગયા હતા.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહિદપુરના ઘાટી મોહલ્લા વિસ્તારમાં રહેનારા વકીલ વિજેન્દ્ર અને સુરેન્દ્ર દુબેના 100 વર્ષ જૂના મકાનને તોડીને નવું મકાન બનાવવાનું કામ ચાલી રહ્યુ હતું. બુધવારે મકાનના ખોદકામ દરમિયાન મજૂરોને 2 તાંબાના ઘડા નજરે પડ્યા હતા. મજૂરોને ઘડામાંથી સોના- ચાંદીના આભૂષણો અને ગિન્ની મળ્યા હતા. મજૂરોએ આ આભૂષણો વિશે મકાનના માલિકને જાણ કરી નહોતી અને તે ઘડા લઈને રફ્ફુ ચક્કર થઈ ગયા હતા.

સાંજે જ્યારે મકાન માલિકને આ અંગે જાણ થઈ તો તેણે પોલીસને જાણ કરી હતી. દુર્લભ આભૂષણ મળ્યાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલીક 3 મજૂરોને ઝડપી પાડ્યા હતા અને મુદ્દા માલ જપ્ત કરી લીધો હતો. જેમાં 200 ગ્રામ ચાંદીના લગભગ 5 કિલો આભૂષણ, 200ગ્રામના સોનાના આભૂષણો પણ તેટલા જ કિલોની આસપાસના છે. આ આભૂષણો અને સિક્કા સન. 1800ના મુગલકાળના છે.  આ સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold silver Ujjain jewellry ઉજ્જૈન મધ્ય પ્રદેશ સોના ચાંદી ujjain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ