બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / UAE granted golden visa to Kriti Sanon

Kriti Sanon Golden Visa / કૃતિ સેનનનું શાહરુખ ખાન જેવુ સન્માન! UAEએ આપ્યા ગોલ્ડન વિઝા, જાણો કઈ કઈ સુવિધાઓ મળશે

Published By: Mahadev Dave

Last Updated: 04:35 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃતિ સેનનને વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે, જેમાં કૃતિ સેનનને આઈકોનિક યુએઈ ગોલ્ડન વિઝાથી સમ્માનિત કરવામાં આવતા હવે આટલી સુવિધા મળશે.

  • કૃતિ સેનનને વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી 
  • કૃતિ સેનનને આઈકોનિક યુએઈ ગોલ્ડન વિઝાથી સમ્માનિત કરવામાં આવી
  • કૃતિ સેનને મળશે આ સુવિધા

કૃતિ સેનનને બોલિવૂડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક ગણવામાં આવે છે. કૃતિએ અત્યાર સુધીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તે પોતાની દમદાર એક્ટિંગના કારણે જ લોકોનું દિલ જીતી લે છે. ગયા વર્ષે કૃતિ સેનને રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત પણ કરવામાં આવી હતી. ત્યારે આ બધા વચ્ચે કૃતિએ વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે.

કૃતિ સેનને મળ્યા યૂએઈ ગોલ્ડ વિઝા
આદિપુરૂષ ફેમ કૃતિ સેનને આઈકોનિક યુએઈ ગોલ્ડન વિઝાથી સમ્માનિત કરવામાં આવી છે. કૃતિ પહેલા શાહરૂખ ખાન, રણવીર સિંહ સહિત ઘણા ફેમસ ભારતીય ફિલ્મ હસ્તિઓને આ સમ્માન મળી ચુક્યું છે. ત્યારે હવે આ લિસ્ટમાં કૃતિનું નામ પણ સામેલ થઈ ગયું છે. કૃતિ સેનને ઈસીએચ ડિઝિટલ સીઈઓ ઈકબાલ માર્કોનીથી આ ગોલ્ડન વિઝા મળ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે કમેન્ટ કરતા તેમને કહ્યું કે યૂએઈ ગોલ્ડન વીઝા મેળવવા એક સમ્માનની વાત છે. દુબઈની મારા દિલમાં એક સ્પેશિયલ જગ્યા છે. ત્યારે હું હવે વાઈબ્રેન્ટ કલ્ચરલ લેન્ડસ્કેપનો ભાગ બનવા માટે ખુબ જ ઉત્સાહિત છું. 

ગોલ્ડન વિઝા સિસ્ટમ લોન્ગ ટર્મ રેસિડેન્સની સુવિધા આપે છે

સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈમાં  ગોલ્ડન વીઝાની શરૂઆત 2019માં થઈ હતી. ગોલ્ડન વિઝા સિસ્ટમ લોન્ગ ટર્મ રેસિડેન્સની સુવિધા આપે છે. આ વિઝા મળ્યા બાદ વિદેશીઓને નેશનલ સ્પોન્સર વગર અને 100 ટકા માલિકી સાથે UAEમાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાની સુવિધા મળે છે.

કૃતિ પહેલા આ સ્ટાર્સને મળી ચૂક્યા છે ગોલ્ડન વિઝા
કૃતિ સેનને હવે આ ગોલ્ડન વિઝા મળ્યા છે. પણ કૃતિ પહેલા આ ગોલ્ડન વિઝા આ વિઝા શાહરૂખ ખાન અને તેની ફેમિલી, સંજય દત્ત, સાનિયા મિર્ઝા, બોની કપૂર અને અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને અંશુલા કપૂર, સંજય કપૂર, વરુણ ધવન, રણવીર સિંહ, કમલ હસન, મોહનલાલ, મામૂટી સહિત અનેક સેલિબ્રિટીઓને આપવામાં આવ્યા છે. સાથે જ દુલકર સલમાન, મૌની રોય, ઉર્વશી રૌતેલા, સુનીલ શેટ્ટી, નેહા કક્કર, ફરાહ ખાન, સોનુ સૂદ, ટોવિનો થોમસ અને અમલા પોલને પણ ગોલ્ડન વિઝા મળ્યા છે.

વધુ વાંચો: પાંચ વર્ષ પછીમાં ભાઈજાને વાયદો નિભાવ્યો... કેન્સર પીડિત બાળક માટે કર્યું સ્પેશયલ કામ

તેરી બાતો મે એસા ઉલઝા જિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે

કૃતિ સેનના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કૃતિ સેનને અત્યારે અમિત જોશી અને આરાધના સાહની ફિલ્મ તેરી બાતો મે એસા ઉલઝા જિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કૃતિ પહેલી વખત શાહિદ કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. કૃતિ છેલ્લે વિકાસ બહલની ગણપથ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ટાઈગર શ્રોફ સાથે જોવા મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Kriti Sanon Kriti Sanon Golden Visa shahrukh khan કૃતિ સેનને ગોલ્ડ વિઝા ગોલ્ડન વિઝા શાહરૂખ ખાન Kriti Sanon Golden Visa

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ