બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / Salman Khan fulfilled his promise to a child named Jaganbir

મનોરંજન / પાંચ વર્ષ પછીમાં ભાઈજાને વાયદો નિભાવ્યો... કેન્સર પીડિત બાળક માટે કર્યું સ્પેશયલ કામ

Published By: Mahadev Dave

Last Updated: 03:15 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન જગનબીર નામના બાળકને આપેલ વચન પૂરું કરવા વર્ષો બાદ બાળકને મળવા માટે આવ્યો હતો. સમગ્ર ઘટના જાણીને તમેં પણ ગર્વ અનુભવશો.

  • સલમાન ખાને જગનબીર નામના બાળકને આપેલ વચન પૂરું કર્યું
  • એક 9 વર્ષના ફેનને કરેલી પ્રોમિસ સલમાન ખાને પૂર્ણ કરી
  • બાળક કેન્સર સામેંનો જંગ જતી ગયો

સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌ કોઈ ભાઈજાનના નામથી ઓળખે છે. પોતાની ફિલ્મોમાં લોકોને મદદ કરનાર સલમાન ખાન રિયલ લાઈફમાં પણ કોઈ હિરોથી કમ નથી. તે સમયે સમયે જરૂર પડે જ્યારે તેઓ જરૂરિયાતમંદ લોકો અને ફેન્સની મદદ માટે પહોંચી જાય છે. ત્યારે સલમાન ખાને તેના એક 9 વર્ષના ફેનને કરેલી પ્રોમિસને આજે પુરી કરી છે.

સલમાન ખાને પુરૂ કર્યું ફેનનું સપનુ
9 વર્ષના જગનબીર નામના બાળકની સલમાન ખાને મુલાકાત લીધી હતી. આ મુલાકાત સલમાન ખાને જગનબીર અને તેના પરિવારને ઘરે બોલાવીને કરી છે. બંને વચ્ચે 30 મિનિટ સુધી વાતચીત ચાલી હતી.જગનબીર અત્યારે કેન્સર સામે લડત આપી રહ્યો છે. જ્યારે તે 4 વર્ષનો હતો ત્યારથી જે ટ્યુમરથી પીડિત છે. વર્ષ 2018માં મુંબઈના ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં જગનબીરના પરિવારે સારવાર શરૂ કરી હતી. ત્યારે સલમાન ખાન તેને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો.

4 વર્ષના જગનબીરની દ્રષ્ટી ટ્યુમરના કારણે જતી રહી હતી

4 વર્ષના જગનબીરની દ્રષ્ટી ટ્યુમરના કારણે જતી રહી હતી.. તે નાનો હતો ત્યારથી જ સલમાન ખાનનો ફેન હતો. તેને હોસ્પિટલમાંથી એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતે સલમાન ખાનનો મોટો ફેન હોવાનું કહ્યું હતું અને તે સલમાનને મળવા માંગતો હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.જગનબીરની કિમોથેરાપી ચાલી રહી હતી જ્યારે સલમાન ખાન તેને મળવા માટે પહોંચ્યો હતો. નાના એવા આ બાળકની હાલત ત્યારે ખુબ જ ખરાબ હતા.. જગનબીર જોઈ ન શકતો હોવાથી તે પહેલી વારમાં તો માન્યો પણ ન હતો કે સલમાન ખાન તેને મળવા માટે આવ્યા હતા. જો કે સલમાન ખાન સાથે વાતચીત કર્યા બાદ તેને જાણ થઈ કે તે ખરેખર સલમાન ખાન સાથે જ વાતચીતકરી રહ્યો છે.

વધુ વાંચો: મિથુન, વૈજયંતી માલા સહિત બોલિવૂડના દિગ્ગજોને મળશે ખાસ સન્માન: સાઉથના સુપરસ્ટારને પદ્મ વિભૂષણ

કેન્સર સામેની લડત જીતી 

2018માં જ્યારે તેમની મુલાકાત થઈ હતી ત્યારે સલમાન ખાને પ્રોમિસ કર્યો હતું કે જો તે ચેમ્પિયનની જેમ કેન્સર સામે લડાઈ આપશે તો તે ફરી એકવાર તેને મળવા માટે આવશે. ત્યારે આ પ્રમોસને સલમાન ખાને 5 વર્ષ બાદ આજે નિભાવી છે. ગયા વર્ષે જે જગનબીરે કેન્સર સામેની લડત જીતી લીધી હતી. જે સલમાન ખાનની ટીમે તે પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેને મળવા માટે પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા.આમ સલમાન ખાને પોતાનુ પ્રોમિસ પુરૂ કર્યું છે અને મોટી વાત એ છે તે જગનબીર હવે જોઈ પણ શકે છે. જેથી આશા છે કે તે ટુંક સમયમાં જ પુરી રીતે સ્વસ્થ થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Jaganbir Salman khan કેન્સર કેન્સર પીડિત મનોરંજન સલમાન ખાન Salman khan

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ