બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / twitch users earning thousands of dollars while live streaming their sleeping session

OMG / જો ઊંઘવું ગમતું હોય તો તમારા માટે શાનદાર તક, ઊંઘવા માટે મળી રહ્યાં છે 4 લાખ રૂપિયા

Published By: Noor

Last Updated: 01:12 PM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેનત વિના પૈસા કમાવવા સરળ નથી, પણ જો કોઈ તમને એમ કહે કે તમે ઊંઘીને પૈસા કમાવી શકો છો તો શું તમે માનશો? જી હાં, આ કોઈના પણ માટે એક ડ્રીમ જોબ હોઈ શકે છે અને હવે આ ડ્રીમ જોબ ઘણાં લોકો મેળવી પણ શકે છે. એક રિપોર્ટ મુજબ પોપ્યુલર સ્ટ્રીમિંગ વેબસાઈટ twitchના યુઝર્સને સૂવા બદલ પૈસા મળી રહ્યાં છે અને એક રાતના તેઓ હજારો ડોલર કમાઈ રહ્યાં છે.

  • હવે તમે ઊંઘીને પણ કમાવી શકો છો પૈસા
  • અહીં સૂવાના લોકોને મળે છે લાખો રૂપિયા
  • એક વેબસાઈટ યુઝર્સને સૂવા માટે આપે છે પૈસા

થાય છે હજારો ડોલરની કમાણી

આ ટ્વિચ યુઝર્સને સૂતી વખતે પોતાની લાઈવ સ્ટ્રીમિંગ કરવાની હોય છે. આ વેબસાઈટના યુઝર્સ સૂતા પહેલાં વેબકેમને બેડની તરફ મૂકી દે છે, જેથી એ લોકો ઊંઘમાં હોય ત્યારે યોગ્ય રીતે રિકોર્ડિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ થઈ શકે. આ યુઝર્સના ફોલોઅર્સ તેમને ઓનલાઈન ડોનેશન્સ દ્વારા પૈસા મોકલે છે. અમેરિકાના રહેવાસી એક વીડિયો મેકરે એક વેબપોર્ટલને જણાવ્યું કે, તેણે એક જ રાતમાં પોતે સૂતો છે એવો લાઈવ સ્ટ્રીમ કરીને 5600 ડોલર (લગભગ 414000 રૂપિયા) કમાવ્યા હતા. 

દુનિયાભરમાં 1.5 કરોડ ડેલી યુઝર

ટ્વિચ, એમેઝોનની સ્ટ્રીમિંગ વેબસાઈટ છે અને દુનિયાભરમાં તેના 1.5 કરોડ ડેલી યુઝર છે. આ વેબસાઈટ પર સૂવા સિવાય યુઝર કંઈપણ કરતાં લાઈવ સ્ટ્રીમિંગ કરી શકે છે. ઘણાં યુઝર્સ આમાં કળા, મ્યુઝિક અને ગેમિંગનું પણ લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. પૈસા કમાવવા માટે આ યુઝર્સ પેડ સબસ્ક્રિપ્શન રેવેન્યૂ અને ડોનેશનનો સપોર્ટ લે છે. 

કોઈપણ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાય છે

વીડિયો સ્ટ્રીમર્સે તેમના ટ્વિચ લાઈવ સ્ટ્રીમિંગ વિશેના અનુભવો એક અખબાર સાથે શેર કર્યાં છે. એક વીડિયો સ્ટ્રીમરે જણાવ્યું કે, સ્લીપિંગ લાઈવ સ્ટ્રીમિંગ ખતમ થયા બાદ તેઓ બીજી વસ્તુઓની પણ લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરી દે છે. જેમાં ગેમિંગ, ચેટિંગ અથવા કોઈ પાર્ટીનું પણ લાઈવ સ્ટ્રીમિંદ સામેલ હોય છે. જેમાં માટે પૈસા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

earning thousands of dollars live streaming sleeping session OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ