બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / Twin sisters of kashmir vlogging video viral, said they want to meet PM Modi in Kashmir
ADVERTISEMENT
જમ્મૂ કશ્મીરના અનંતનાગ જિલ્લાની ટ્વિન સિસ્ટર્સનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. ઝેબા અને ઝૈનબ નામની બંને બાળકીઓ હિમવર્ષામાં પડેલા બરફમાં રમી રહી છે. જમ્મૂ કશ્મીરમાં હિમવર્ષા થાય તે માટે બંને બાળકીઓએ બંદગી કરી હતી. તેના કારણે હિમવર્ષા થઈ હોવાનો વીડિયોમાં દાવો કરાયો છે. જુઓ વીડિયો.
Twin #Sisters #Zaiba and #Zainab of #Kokernag, #Anantnag are the little vloggers whose videos goes viral on social media. Duo wants to earn name and fame in life..@anandmahindra also reacts#inspiration #famous #LittleChildren #vlogger #promotetourism #talent pic.twitter.com/ptfSmpr3m8
— Aijaz Itoo (@itoo_aijaz) February 5, 2024
ADVERTISEMENT
ટ્વિન સિસ્ટર્સ નામે ફિલ્મ બને તેવી બાળકીઓની ઈચ્છા
બંને બાળકીઓ ઝેબા અને ઝૈનબ તળપદી ભાષામાં કાલુ કાલુ બોલતી સાંભળવા મળી રહી છે. બંને બાળકીઓ નર્સરીમાં અભ્યાસ કરે છે. એક બાળકી ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરવા તેમજ બીજી બાળકીએ કેમેરામેન બનીને ઈન્ટરવ્યૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને બાળકીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મૂ-કશ્મીરમાં આવીને તેમની સાથે બરફમાં એન્જોય કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના કારણે બંને સુપરસ્ટાર્સ બની ગઈ હોવાથી "ટ્વિન સિસ્ટર્સ" નામની ફિલ્મ બનાવવાની ઈચ્છા પણ બાળકીઓએ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
Sleds on Snow
— anand mahindra (@anandmahindra) February 4, 2024
Or
Shayari on Snow.
My vote goes to the second…#Sunday
pic.twitter.com/qajdrVYyr7
ADVERTISEMENT
PM મોદીને આમંત્રણ આપ્યું
ઝેબા અને ઝૈનબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કશ્મીર આવવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે PM મોદી કાશ્મીર આવે અને કાશ્મીરનાં સુંદર પહાડો બાળકીઓ સાથે માણે...બાળકીઓ PM સાથે બરફમાં રમવા પણ ઈચ્છે છે. એટલું જ નહીં બાળકીઓએ એવું પણ કહ્યું કે તેઓ PM મોદીનો ઓટોગ્રાફ પણ લેવા ઈચ્છે છે.
વધુ વાંચો: સફેદ વાળને ગોતી ગોતીને તોડી નાખતા હોય તો સાવધાન, આ ખતરાને ઓળખી લેજો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.